Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાજકોટ માટે નવા જળષાોત શોધવા બુધવારે સેમિનાર

હવે પાણી બચાવવું જ પડશે : ૨૨મી માર્ચ ‘વર્લ્‍ડ વોટર ડે' અંતર્ગત આયોજન : વોટર હાર્વેસ્‍ટીંગ, રીચાર્જ, જળ સંગ્રહ, નવા ડેમ વગેરે બાબતોની નિષ્‍ણાંતો દ્વારા માર્ગદર્શન અને ચર્ચા થશે : વિગતો જાહેર કરતા મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, વોટર વર્કસ ચેરમેન દેવાંગ માંકડ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા : જળસંચય વિષયમાં રૂચી ધરાવતા હોય અને આ ક્ષેત્રમાં કામગીરી કરતા હોય તેવા તજજ્ઞોને સેમિનારમાં ભાગ લેવા માટે મો.નં. ૯૮૨૪૪ ૦૭૮૩૯ ઉપર સંપર્ક કરવા દેવાંગ માંકડની ખાસ અપીલ

રાજકોટ તા. ૧૭ : દિવસેને દિવસે શહેરમાં પાણીની જરૂરીયાત વધતી જાય છે તેની સામે શહેરના જળસ્ત્રોત સમીત છે ત્‍યારે રાજકોટ માટે નવા જળસ્ત્રોત ઉભા કરવા અને પાણીનો બગાડ થતો અટકાવવા અને પાણી બચાવવા અને પાણી બચાવવા માટેના ઉપાયો શોધવા મ.ન.પા.એ કમ્‍મરકસી છે. આ માટે ૨૨ માર્ચ બુધવારે સવારે ૧૦.૧૫ કલાકે એન્‍જીનિયરીંગ એસો. ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે ખાસ વોટર કોન્‍ફરન્‍સનું આયોજન કરાયું છે.

આ અંગે સ્‍થાયી સમિતિ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ જણાવે છે કે, રાજકોટ શહેરનો દિન પ્રતિદિન વિસ્‍તાર થાય છે અને વસ્‍તીમાં વધારો થાય છે. શહેરીજનોને પીવાના પાણી માટે આજી, ન્‍યારી અને ભાદર જળાશયો ઉપલબ્‍ધ છે. જેમાં રાજય સરકાર દ્વારાᅠ‘સૌની યોજના' હેઠળ આજી અને ન્‍યારીને જોડેલ છે.ᅠ‘સૌની યોજના'ᅠમારફત પાણીની જરૂરત મુજબ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવેલ છે. વિશેષમાં, કલાઈમેન્‍ટ ચેઈન્‍જ તેમજ વિસ્‍તાર અને વસ્‍તીના વધવાના કારણે જમીનના તળ ખુબ જ નીચા ગયેલ છે. જેના કારણે ઉનાળામાં પાણીની સમસ્‍યા રહે છે.

મહાનગરપાલિકા દ્વારાᅠ‘વિશ્વ જળ દિવસ'ᅠઅંતર્ગત આગામી ᅠતા.૨૨ માર્ચના રોજ ᅠસવારે ૧૦.૧૫ કલાકે રાજકોટ એન્‍જીનીયરીંગ એસો. ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને જળસંચય અને નવા જળસ્ત્રોત અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારમાં જળસંચયના વિષયના નિષ્‍ણાંત, અનુભવી લોકો, રાજકોટના એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, રાજકોટ સેલ્‍ફ ફાઈનાન્‍સ શાળા મંડળ,ᅠરાજકોટ બિલ્‍ડર એશોસિયન,ᅠરાજકોટ આર્કિટેક્‍ટ એશોસિયન,ᅠઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ ઇન્‍ટિરિયર ડીઝાઇન,ᅠરોટરી ક્‍લબ,ᅠલાયન્‍સ ક્‍લબ વગેરેના હોદેદારો ઉપસ્‍થિત રહેશે. શહેરના જે નાગરિકો જળસંચયના વિષયમાં કામગીરી કરી રહ્યા હોય તેમજ આવા કાર્યમાં રૂચી ધરાવતા હોય તેઓ જળસંચયની કાર્યવાહીની માહિતીના આદાન પ્રદાન પણ થનાર છે. સેમિનારમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડના મો.નં.૯૮૨૪૪ ૦૭૮૩૯ પર સંપર્ક કરવા અને તેઓએ તેમની માહિતી વોટ્‍સએપ માધ્‍યમથી મોકલી આપવા અપીલ કરવામાં આવેલ છે. ᅠᅠ

ᅠજળસંચય વિષયને ઝુંબેશના સ્‍વરૂપમાં સૌ સાથે મળીને કાર્ય કરશે તો તેનું ચોક્કસ પરિણામ મળશે. જેથી શહેરની પાણીની સમસ્‍યામાં સૌ સહભાગી બનીએ. સંબંધિત લોકોને સેમિનારમાં જોડાવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.(૨૧.૩૦)

વર્ષ    સરેરાશ

        સપ્‍લાય (MLD)

૨૦૧૪ᅠᅠᅠᅠᅠᅠᅠ ૨૩૭

૨૦૧૫ᅠᅠᅠᅠᅠᅠᅠ ૨૪૦

૨૦૧૬ᅠᅠᅠᅠᅠᅠᅠ ૨૪૫

૨૦૧૭ᅠᅠᅠᅠᅠᅠᅠ ૨૫૨

૨૦૧૮ᅠᅠᅠᅠᅠᅠᅠ ૨૬૯

૨૦૧૯ᅠᅠᅠᅠᅠᅠᅠ ૨૮૪

૨૦૨૦ᅠᅠᅠᅠᅠᅠᅠ ૩૦૧

૨૦૨૧ᅠᅠᅠᅠᅠᅠᅠ ૩૨૫

(3:28 pm IST)