Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પંચવટી નગર-મવડીમાં ૯ બાંધકામોનુ ડિમોલીશન

ન્‍યુ રાજકોટ વિસ્‍તારમાં મનપાના બુલડોઝરની ધણધણાટી : મકાનનો માર્જીનનો ભાગ તથા સુચિતની ૮ દુકાનોનો કડુસલો ૧૭૦ ચો.મી. જગ્‍યા ખુલ્લી : વેસ્‍ટઝોન ટી.પી. શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૧૭ : શહેરમાં ગેરકાયદે ખડકાયેલ બાંધકામો દુર કરવા મનપાના બુલડોઝર સતત ધણધણી રહ્યા છે. ત્‍યારે આજે શહેરના પંચવટીનગર તથા મવડી વિસ્‍તારમાંથી મકાન આગળનો માર્જીનનો ભાગ અને ૮ દુકાનો તોડી પાડી ૧૭૦ ચો.મી. જગ્‍યા ખુલ્લી  કરવામાં આવી હતી.

મ્‍યુ.કમિશ્નર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે ટાઉન વોર્ડ નં.૮, ૧૧ તથા ૧રમાં થયેલ ગેરકાયદેસર દબાણ બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ.

જેમાં દીલીપભાઇ કપુપરાના પંચવટીનગર શેરી નં.૧ અતિથી ચોક પાસે પ્રજાપતિની વાડીની સામે મકાનમાં આગળના માર્જીનનો ભાગ તોડી પાડી ૯૦,૦૦૦ ચો.મી.તથા  સુરેશભાઇ ભટ્ટીના ૪૦' સિમેન્‍ટ રોડ, આદર્શ એવન્‍યુની સામે, મવડી ખાતેની ૮ દુકાનોનો કડુસલો બોલાવી ૮૦.૦૦ ચો.મી.જગ્‍યા ખુલ્લી કરાયેલ.

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર એમ.આર. મકવાણા આર.એમ.વાછાણી તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ જગ્‍યા રોકાણ શાખાનો સ્‍ટાફ, રોશની શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સ પોલીસે સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:14 pm IST)