Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

શહેરમાં કોરોનાએ ગતિ પકડીઃ ૧૦ કેસ

૧૪ થી ૧૮ વર્ષીય પ મહિલા અને પ પુરૂષો કોરોના સંક્રમિત વેલનાથ ચોક, મવડી મેઇન રોડ, શ્‍યામ પાર્ક, પ્રણામી ચોક, જ્ઞાનજીવન સોસા., નિર્મલા રોડ, આકાશવાણી વિસ્‍તાર, યુનિ. રોડ, કેકેવી ચોક વિસ્‍તારમાં મહામારી પ્રસરી

રાજકોટ તા. ૧૭ :.. શહેરમાં વૈશ્વીક મહામારી કોરોનાએ માથુ ઉચકયું છે.  બુધવારે ૮ કેસ આવ્‍યા હતા. ત્‍યારે ગઇકાલે ગુરૂવારે કોરોના કેસનો આંકડો ૧૦ ને આંબી જતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જેમાં બે મહિલા અને ૬ પુરૂષો સંક્રમતિ થયા હતાં. જેમાંથી બે ની ટ્રાવેલ હીસ્‍ટ્રી છે. જયારે એક પુરૂષ અન્‍ય દર્દીના સંપર્કમાં આવેલ છે. જો કે ૮ માંથી ૪ લોકોએ ર તથા ૪ લોકોએ કોરોના રસીના ત્રણ ડોઝ લીધેલા છે.

મનપાની આરોગ્‍ય શાખા મુજબ વેલનાથ  ચોકના ૭૦ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. તેમણે રસીનો એક પણ ડોઝ લીધેલ નથી. મવડી મેઇન રોડના ર૩ વર્ષીય યુવક તથા શ્‍યામ પાર્કના ૬૦ વર્ષીય મહિલાને કોરોના વળગ્‍યો છે. બન્ને એ રસીના બે ડોઝ લીધેલ છે. ઉપરાંત પ્રણામી ચોકના ૬૦ વર્ષીય મહિલા તથા જ્ઞાનજીવન સોસાયટીના ૪ર વર્ષીય પુરૂ પણ કોરોના સંક્રમીત થયા છે તેમણે પણ બે ડોઝ લીધેલ.

જયારે જ્ઞાનજીવન સોસાયટીની ૧૪ વર્ષીય તરૂણી કે જે અન્‍ય દર્દીના સંપર્કમાં આવતા કોરોના પોઝીટીવ આવી છે. તરૂણીએ પણ બે ડોઝ લીધા છે. જયારે નિર્મલા રોડની તીરૂપતી સોસાયટીની ૩૧ વર્ષીય મહિલા પણ સંક્રમિત બન્‍યા છે. તેમણે પણ રસીના બે ડોઝ લીધા છે. તક્ષશીલા સોસાયટીના ૬૭ વર્ષીય વૃધ્‍ધા પણ કોરોનાની ઝપટે ચડયા છે. તેમણે રસીનો એક પણ ડોઝ લીધેલ નથી.

ઉપરાંત કેકેવી ચોક પાસેના વિસ્‍તારના  પ૮ વર્ષીય પુરૂ તથા યુનિ. રોડ વિસ્‍તારના પ૪ વર્ષીય પુરૂષ પણ સંક્રમિત બનેલ છે.  બન્નેએ રસીના બે ડોઝ લીધા હતાં. આમ ગઇકાલે ગુરૂવારે ૧૦ કેસ નોંધાતા લોકોમાં ચિંતાના વાદળો છવાયા છે.

(4:01 pm IST)