Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રવિવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વીતરણ

રાજકોટ:રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના પાર્કિંગ ખાતે ૧૯ માર્ચે સવારે ૯.૩૦ કલાકે વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વીતરણ કરવામાં આવશે. જેમાં મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ તમામ વસ્તુનું વિતરણ પ્રૂર્વ મેયર જનકભાઈ કોટકના હસ્તે થશે. આ તકે સાંસદઓ, ધારાસભ્યઓ, મ્યુ. કમીશનર અમિત અરોરા, બાગ બગીચા અને ઝુ કમિટિના ચેરમેન અનીતાબેન ગોસ્વામી, મ.ન.પા.ના પદાધીકારીઓ, અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(12:58 am IST)