Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે યોજાયેલ આયુષ્માન કાર્ડનો કેમ્પ

૪૦ થી વધુ પત્રકારો તથા તેમના પરિજનોને સ્થળ પર જ સોફટ કોપીમાં આયુષ્માન કાર્ડ એનાયત

રાજકોટ :રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારો માટે ‘‘મુખ્યમંત્રી અમૃતમ - મા વાત્સલ્ય યોજના’’ના કાર્ડને આયુષ્માન કાર્ડમાં તબદીલ કરવા તેમજ નવા આયુષ્માન કાર્ડ કઢાવવા માટે બીજા તબક્કાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા જયુબિલી બાગ સ્થિત પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે આયોજિત આ કેમ્પનો ૪૦ થી વધુ પત્રકારો તથા તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. જે અંતર્ગત રાજકોટ શહેર તથા જિલ્લાના  એક્રેડિટેડ પત્રકારોને મુખ્યમંત્રી અમૃતમ- મા વાત્સલ્ય કાર્ડને આયુષ્માન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. રાજકોટ શહેર તથા જિલ્લાના દૈનિકો-સાપ્તાહિકો-પાક્ષિકોના તંત્રીઓ-પ્રતિનિધિઓ-ફોટોગ્રાફરો તથા ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને કેમેરામેન વગેરેએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

 સહાયક માહિતી નિયામકો સર્વ સોનલ જોષીપુરા, પ્રિયંકા પરમાર, સંદિપ કાનાણી તથા જયેશ પુરોહિત અને કચેરીના સંપાદન, વહીવટ અને અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. 

(12:56 am IST)