Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટની સીએ ઇન્સ્ટીટયુટને રાષ્ટ્રનો શ્રેષ્ઠ બ્રાન્ચ એવોર્ડ

રાજકોટ : વેસ્ટર્ન ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ડ્સ એસોસીએશન (WICASA) રાજકોટ બ્રાન્ચએ સીએ વિદ્યાર્થીઓની પાંચ ર૦૦ર થી કાયરત છે. જે વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની અનેક પ્રવૃતિઓ કરે છે.ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનો રાષ્ટ્રીય સ્તરનો વર્ષ ર૦ર૦ નો વાર્ષિક એવોર્ડ સમારંભ આઇ.સી.આઇ. નવી દિલ્હી ખાતે ેયોજાયો હતો જેમાં સમગ્ર ભારતની ૧૬૪ શાખાઓ પૈકી રાજકોટના વિદ્યાર્થીઓ એસોસીએશનને મીડીયમ બ્રાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર રાષ્ટ્રમાં પહેલા ક્રમે સન્માનિત કરવામાં આવેલ. આ એવોર્ડ રાજકોટ બ્રાંચ સ્ટુડન્ટ શાખાના ચેરમેન સી.એ. હાર્દિક વ્યાસને આઇ.સી.એ.આઇના ના રાષ્ટ્રીય પ્રમુખ સીએ અતુલકુમાર ગુપ્તાના હસ્તે એનાયત કરાયો હતો.વર્ષ દરમિયાન રાજકોટ (WICASA)  ચેરમેન સીએ હાર્દિક વ્યાસ, વાઇસ ચેરમેન રક્ષિત પાબારી, ટ્રેઝરર અને સેક્રેટરી, જીત કકકડ, એક્ષ ઓફીસીઓ-સીએ. રૈવત શાહ અને સીએ અંકિત કોઠારી, તથા મેન્ટોર સીએ ખુશ્બુ ગણાત્રા કાર્યરત રહ્યા હતા રાજકોટ સીએ બ્રાન્ચ ચેરમેન સીએ વિનય સાકરિયાનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું.

(4:00 pm IST)