Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગોલ્ફ ટુર્નામેન્ટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રિજેન સંપટ ચેમ્પિયનઃ નેવી કમાન્ડર શર્મા રનર્સઅપ

 રાજકોટઃ શહેરમાં ઇશ્વરીયા પાર્ક ખાતે  છઠ્ઠી જી.એમ.સી.જી.ગોલ્ફ ટુર્નામેન્ટ યોજાયેલ હતી તેમાં સી.એ.બ્રિજેન સંપટ ચેમ્પીયન બન્યા હતા. સીમ્પોલો જી.એમ.સી.જી. ગોલ્ફમાં આર્મી-નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત રાજકોટ, જામનગર, અમદાવાદ સહિતન શહેરોના ૩૬ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  આ ટુર્નામેન્ટમાં સીએ, બ્રિજેન સંપટ ૭૧ સ્ટ્રોક સાથે વિજેતા, નેવી કમાન્ડર આઇએનએસ વાલસુરા-જામનગરના એમ.કે.શર્મા ૭૩ સ્ટ્રોક સાથે રનર્સ અપ રહ્યા હતા. ડે.સીસીએમ-ઇન્ડીયન રેલ્વેના કમલેશ તિવારી ૭૪ સ્ટ્રોક હતા. સ્ટ્રેટ ડ્રાઇવ-એમાં બ્રિગેડીયર નીતીશ બિશ્ટ અને સ્ટેટ ડ્રાઇવ- બીમાં મનીશભાઇ દોશી, લોંગ, ડ્રાઇવ-એમાં કમાન્ડર કે.જી.મુથાના અને બી-માં રાહુલ ડાંગર અને હરીશ ધાંધા, કલોઝડ ટુ પીન-એમાં વીંગ કમાન્ડર સૌરભ જોશી અને બીમાં કેતન પટેલ વિજેતા બન્યા હતા.ગોલ્ફ ટુર્નામેન્ટનો ટી ઓફ બ્રિગેડીયર નીતીશ બિશ્ટના હસ્તે થયો હતો. ઇનામ વિતરણ રાજકોટ કલેકટર રેમ્યા મોહન અને સીમ્પોલો ગ્રુપના ચેરમેન જીતેન્દ્રભાઇ અઘારાના હસ્તે થયેલ.

(3:50 pm IST)