Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

૧ર જયોર્તિલિંગ યાત્રા કાલે રાજકોટમાં

કાલે સાંજથી શહેરમાં પરિભ્રમણ : દર્શનનો લાભ લેવા સોમનાથ ટ્રસ્ટ-વિહિપનું આયોજન

રાજકોટ, તા. ૧૮ : ભારતના શીવ આસ્થાના કેન્દ્ર સમાન ૧ર જયોર્તિ લીંગ શિવાલયોના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, તિર્થપુરોહીતો અને વિકાસ કાર્યો સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ અને દાતાઓનો સમારોહ ગત વર્ષે ઉજૈન મહાકાલેશ્વરમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે દ્વાદશ જયોર્તિલીંગનો સમારોહ તા. ર૩-ર૪-રપ ફેબ્રુઆરી ર૦૧૯ ત્રિદિવસીય મહોત્સવ તરીકે શ્રી સોમનાથ પ્રભાસપાટણમાં યોજવામાં આવશે.

દિવ્ય પ્રસંગની ભવ્ય રીતે સમગ્ર ગુજરાતમાં ઉજવણી થાય તે માટે ગુજરાતના ૩૩ જિલ્લાઓને સાંકળીને સોમનાથ સિવાયના અન્ય ૧૧ જયોર્તિલીંગના રથ અને ઝાંખી ૩-૩ જિલ્લામાં શ્રદ્ધાળુઓની જાગૃતિ અને દર્શનાર્થે તા. ૧૭ થી ર૧ ફેબ્રુઆરી ર૦૧૯ના દિવસોમાં પરિભ્રમણ કરશે. તા. રરમી ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ ૧૧ રથ અલગ-અલગ જગ્યાએથી સોમનાથ પહોંચશે અને તા. ર૩મી ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ એક ભવ્ય શોભાયાત્રા પ્રભાસપાટણ -સોમનાથમાં યોજાશે. આ રથયાત્રાઓના કાર્યક્રમની સફળતા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ સંયુકત રીતે કામ તથા આયોજન કરવાની છે.

આમ ઉપરોકત જયોર્તિલીંગના યાત્રા સ્વરૂપે તા. ૧૯ મંગળવારે તથા તા. ર૦ ને બુધવારના રોજ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં કાશી વિશ્વનાથ જયોર્તિલીંગના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથના જયોર્તિલીંગનો રથ નીચે જણાવેલ સમય અને સ્થાન ઉપર પસાર થશે.

આ જયોર્તિલીંગના દર્શન માટે સોમનાથ ટ્રસ્ટ તથા વિહિપ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને પૂજન તથા દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.

જયોર્તિલીંગ યાત્રાનું પૂજન તથા સ્વાગત કરવાના છે જેના માટે વિવિધ રાજકોટ શહેરના ચોકો ઉપરો સ્વાગત તથા પૂજન વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. તેવું વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી નીતેશભાઇ કથીરીયાની એક યાદીમાં જણાવેલ છે.

રૂટ તા. ૧૯ને મંગળવાર

સમય અને રૂટની વિગત નીચે મુજબ

બપોરે ૧૨.૦૦ - ટંકારા, બપોરે ૧૨.૩૦ - હડમતીયા, બપોરે ૧.૦૦ - મીતાણા, બપોરે ૧.૩૦ - રતનપર - ભોજન/વિશ્રાંતી, બપોરે ૩.૧૦ - ગૌરીદળ, સાંજે ૪.૦૦ - વેલનાથપરા, સાંજે ૫.૦૦ - ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થશે, સાંજે ૫.૧૦ - રણછોડદાસબાપુ આશ્રમ, સાંજે ૫.૨૦ - બાલક હનુમાનથી કે.ડી. કોમ્પલેક્ષ, સાંજે ૫.૩૦ - સંત કબીર રોડ - પાંજરાપોળ, સાંજે ૫.૪૦ - રામનાથપરા - ગરૂડની ગરબી ચોક, સાંજે ૫.૪૫ - કોઠારીયા નાકાથી, સાંજે ૫.૫૫ - પેલેસ રોડ-ગુંદાવાડી પોલીસ ચોકી, સાંજે ૬.૧૦ - કેનાલ રોડથી ભુતખાના ચોક, સાંજે ૬.૧૫ - ભુતખાનાથી માલવીયા પેટ્રોલ પંપ, સાંજે ૬.૩૦ - યાજ્ઞિક રોડથી જીલ્લા પંચાયત ચોક, સાંજે ૬.૪૦ - પંચાયત ચોકથી ફુલછાબ ચોક, સાંજે ૬.૫૦ - ફુલછાબ ચોકથી હરીહર ચોક, સાંજે ૬.૫૫ - હરીહર ચોકથી લીમડા ચોક, રાત્રે ૭.૦૦ - લીમડા ચોકથી ભાવનગરના ઉતારા, રાત્રે ૭.૦૫ - ભાવનગરના ઉતારાથી ત્રિકોણબાગ, રાત્રે ૭.૨૦ - ત્રિકોણબાગથી સાંગણવા ચોક, રાત્રે ૮.૧૦ - સાંગણવા ચોકથી સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ વિશ્રાંતી

રૂટ તા. ૨૦ને બુધવાર

સમય અને રૂટની વિગત નીચે મુજબ

સવારે ૮.૦૦ - સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડથી પ્રસ્થાન, સવારે ૮.૦૫ - પેલેસ રોડ, સવારે ૮.૧૦ - ભુતખાના ચોક, સવારે ૮.૨૦ - મનહર પ્લોટ મેઈન રોડ, સવારે ૮.૩૦ - ટાગોર રોડ, વિરાણી હાઈસ્કૂલ, સવારે ૮.૩૫ - કાલાવડ રોડ અંડરબ્રીજ, સવારે ૮.૪૦ - બીએપીએસ મંદિર, સવારે ૮.૪૫ - કોટેચા ચોક, સવારે ૮.૫૦ - કે.કે.વી. હોલ ચોક, સવારે ૯.૦૦ - આત્મીય કોલેજ, સવારે ૯.૦૫ - નાનામવા મેઈન રોડ, કોસ્મોપ્લેક્ષ સિનેમા થઈ ખીરસરા, લોધીકા તરફ રવાના થશે. (૮.ર૦)

(4:32 pm IST)