Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

હેલ્ધી બેબી - કિડ્સ ફેશન શો - યંગ આર્ટીસ્ટ - સીંગીંગ કોમ્પીટીશન

ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ દ્વારા માર્ચમાં નિઃશુલ્ક કિડ્ઝ ફેસ્ટીવલ : શિલ્ડ-પ્રમાણપત્ર અપાશે

રાજકોટ, તા. ૧૮ : આગામી તા.૨ અને ૩ માર્ચના ગ્લોબલ ઈન્ડીયન સ્કુલ દ્વારા વિવિધ પ્રકારની કીડ્સ કોમ્પીટીશનનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેનાર બાળક તથા વિજેતા બાળકને શિલ્ડ - સર્ટીફીકેટ અને ગીફટ આપવામાં આવશે. ૬ માસના બાળકથી લઈને ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.

તા.૨માર્ચના સવારે ૯ થી બપોરે ૧૨ સુધી આયોજીત હેલ્થી બેબી કોમ્પીટીશનમાં બેસ્ટ સ્માઈલ, બેસ્ટ ફીટનેસ, મોસ્ટ ફોટો જેનીક, ફેશન શો (ઈન્ડિયન, વેસ્ટર્ન, ઈન્ડો-વેસ્ટર્ન) કલરીંગ, ડ્રોઈંગ, ડાન્સ (સોલો,ગ્રુપ) જેવી સ્પર્ધાઓ યોજાશે. તે જ દિવસે બપોરે ૩ વાગ્યાથી ૬ સુધી કીડ્સ ફેશન શોમાં ઈન્ડિયન, વેસ્ટર્ન અને ઈન્ડો-વેસ્ટર્ન કોમ્પીટીશન રાખેલ છે.

તા.૩ માર્ચના સવારે ૯ થી ૧૨ સુધી યંગ આર્ટીસ્ટ જેમાં કલરીંગ અને ડ્રાઈંગ કોમ્પીટીશન રાખેલ છે. તે જ દિવસે બપોરે ૩ થી ૬ સુધી ડાન્સ અને સીંગીંગ કોમ્પીટીશન રાખેલ છે.

વિવિધ વિભાગના વિજેતાઓને રવિવારે તા.૧૦ માર્ચના રોજ ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ (શિવધારા રેસીડેન્સી, ડી માર્ટ પાછળ, કુવાડવા રોડ) ખાતે ઈનામો, પ્રમાણપત્ર એનાયત કરાશે.

નામ નોંધણી તેમજ વધુ વિગતો માટે મો.૯૮૫૧૫ ૯૮૫૧૩ ઉપર સંપર્ક કરવો.

આયોજનમાં નેહલ શુકલ, ડો.મેહુલ રૂપાણી, સંજય વાધર, નિયત ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, રીતુબેન જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૭)

(4:30 pm IST)