Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઇશ્વરીયા ગામે ગુરૂવારથી ચાર દિવસીય ઓશો ધ્યાન શિબિર અને સન્યાસ ઉત્સવ

આયોજકઃ કનુભાઇ કાલાવડીયાઃ સંચાલક સ્વામી વિઠ્ઠલ (મુંબઇ): નામ નોંધણી શરૂ

રાજકોટ :.. આગામી તા. ર૨ થી ર૪ ફેબ્રુઆરી દરમ્યાન ચાર દિવસીય ઓશો ધ્યાન શિબિર અને અન્યાસ ઉત્સવનું આયોજન રાજકોટના ઉદ્યોગપતિ કનુભાઇ કાલાવડીયાએ કરેલ છે. શિબિરનું સંચાલન મુંબઇના સ્વામી વિઠ્ઠલ કરવાના છે. શિબિર રાજકોટથી ૧પ કિ. મી.ના અંતરે આવેલ કાલાવાડ રોડ પર ઇશ્વરીયા ગામે પ્રાકૃતિક ઝાડ પાનથી અને વનરાયો થી ઘેરાયેલ કનુભાઇનું ફાર્મ હાઉસ ખાતે યોજાશે.

શિબીર સંચાલક સ્વામી વિઠ્ઠલનો પરિચય

સ્વામી વિઠ્ઠલે ૧૯૬૮ માં ક્રોસ મેદાન મુંબઇ ખાતે ઓશોને મળેલા. ૧૯૯પ માં નેપાલ ખાતે દર્શન અર્થે ગયેલા. ઓશોના ૧૦,૦૦૦ જેટલા પ્રવચનમાં સાંભળ્યા છે. ર૦ ફેબ્રુઆરી ૧૯૭૬ માં માત્ર ર૪ વર્ષની યુવા વયે સદ્ગુરૂ ઓશો પાસેથી દિક્ષા પ્રાપ્ત કરેલ. મુંબઇમાં સન્યાસ દિક્ષા અંર્તગત અધ્યાત્મ માર્ગના નુતન પ્રવાસી તરીકે માત્ર ૭ લોકોને લાભ પ્રાપ્ત થયેલ તેઓમાં ના એક સ્વામી વિઠ્ઠલ છે. છેલ્લા પ૦ વર્ષથી ઓસોની વિચાર ધારાનો પ્રચાર - પ્રસાર નિર્સ્વાથ, નિઃશુલ્ક ભાવે કરી રહ્યા છે. ૧૯૭૬ માં રજનીશ મેડીર્ટેશન સેન્ટરના સ્થાપક  અને સંચાલક તરીકે નિયુકતી કરવામાં આવેલ. તેમજ અસંખ્ય શાળા, કોલેજ તેમજ અધ્યાત્મીક સભાઓમાં સંબોધન કરી સાચી દિશા નિર્દશન કરાવી રહ્યા છે તેઓનું પુસ્તક 'શાશ્વત મહામંત્ર' જૈનાચાર્યો દ્વારા પણ પ્રરસ્તી પામેલ છે. હિમાચલ પ્રદેશ દ્વારા 'આચાર્ય' એવોર્ડ અર્પી સન્માનીત તેઓ ખુબ જ સારા વકતા તેમજ પ્રશ્નોતરી ના પુરસ્કર્તા છે. તેઓશ્રીના સાનિધ્યમાં ચાર દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવું એ જીવનનો મંગલ અવસર બની રહેશે.

ઉપરોકત શિબિરનું સ્થળ રાજકોટથી ૧પ કિ.મી.ના અંતરે કાલાવાડ રોડ પર ઇશ્વરીયા ગામના રસ્તા પર ૩ કિ.મી. દૂર ગામ પાસે આવેલું છે. ફાર્મ હાઉસ પર રહેવા માટે રૂમો, તથા સ્વીમીંગ પુલ અને ગાર્ડન વગેરેની વ્યવસ્થા છે.

શિબિરનો શુભ આરંભ તા. ર૧ ને ગુરૂવારે સાંજે પ વાગ્યે કનુભાઇ કાલાવડીયા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવશે તથા તા. ર૪ ને રવિવારના રોજ બપોરે ૧ વાગ્યે શિબિર સમાપન થશે. શિબીર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સંધ્યા સત્સંગ, ડાયનેમીક, કુંડલીની કરાવવામાં આવશે. દરરોજ શિબીર બાદ રાત્રે સંગીત સંધ્યા તથા હાસ્ય કાર્યક્રમ રહેશે.

શિબીરમાં સહભાગીતા માટે સાધકે તા. ર૧ સુધીમાં  ખાતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, ૪ વૈદવાડી ખાતે રૂબરૂ અથવા કનુભાઇ કાલાવડીયા મો. ૯૪ર૭ર ૬૯૩પ૩, અશોકભાઇ ચંદ્રવાડીયા ૯૮રપ૦ ૭૦૮૮૮, જીજ્ઞેશભાઇ વોરા મો. ૯૪ર૭૬ ૬૭૯૯૬, પંકજભાઇ શેઠ ૮૦૦૦૧ પર૧૮૪ ને એસએમએસ થી નામ નોંધણી કરાવી લેવા યાદી જણાવે છે.

(4:00 pm IST)