Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધરમનગર વિસ્તારના ૧૦૦ કાચા - પાકા મકાનના દબાણો દૂર થશે : નોટીસ

મફતીયાપરાના કપાત ધારકોના વિવિધ પ્રશ્ને કોર્પોરેટર બાબુભાઇ આહિરની આગેવાનીમાં મેયરને રજૂઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧માં ધરમનગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ ૨૨ (રૈયા)નો ૫૦ ફુટનો રસ્તો બનાવવા મફતીયાપરાના ૧૦૦ જેટલા કાચા - પાકા મકાનોના દબાણ હટાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા નોટીસ પાઠવવામાં આવતા વિસ્તારવાસીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા થોડા સમય પહેલા આ વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. બાકી રસ્તાનું કામ પૂર્ણ કરવા હવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા કોર્પોરેશન દ્વારા ૧૦૦ કપાત ધારકોને નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગે વોર્ડ નં. ૧ના કોર્પોરેટર બાબુભાઇ આહિરની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા આવાસ યોજનામાં ફલેટ ફાળવવા સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.(૨૧.૩૫)

 

(3:41 pm IST)