Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વિજય પ્લોટમાં મુકેશ જારીયાના મકાનમાં દરોડો : જુગાર રમતા સાત શખ્સો પકડાયા

રાજકોટ : એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ વી.એન. યાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જ.એમ. ભટ્ટ, એએસઆઇ શીવરાજસિંહ, ઇન્દુભા, ભરતસિંહ, ભાવેશભાઇ , નરેશભાઇ, હાર્દિકસિંહ, કરણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિજય પ્લોટ શેરી નં. ૧૦ શાકમાર્કેટ વાળી શેરીમાં રહેતો મુકેશ મોહનભાઇ નરીયા જુગાર રમાડતો હોવાની બાતમીના આારે દરોડો પાડી મકાન માલિક મુકેશ જારીયા, સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર કવાર્ટરનો ઉદય વિનુ રૂધાણી, નહેરૂનગર સોસાયટી શેરીનં. ૪નો દિનેશ કમરશી જારીયા, વિજય પ્લોટ શેરી નં. પનો ગોપાલ સુમેરલાલ સુર્યવંશી, ભોમેશ્વર સોસાયટી શેરી નં. ૯નો જસા લક્ષ્મણ જોગરાણીયા અને માધાપર ચોકડી સુંદરમ પાર્ક બ્લોક નં. ૩૮નો નીતીન કનૈયાલાલ સંધાણીને જુગાર રમતા ઝડપી લઇ રૂ. ૩૦પપ૦ની રોકડ સહિતની માલમતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(1:05 pm IST)