Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કાલે ઓશો નિર્વાણ દિનઃ ઉર્જારૂપે નિરંતર ધબકાર કાલે મંગળવારે ઓશો નિર્વાણ સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક શિબિર

ત્રણ દાયકા પૂર્વે ઓશોએ દેહ છોડ્યો હતો

ઓશોની હરીફાઈમાં આજકાલ ખૂબ જ સાધુ - સંતોની જમાત ટી. વી. પર પુસ્તકોમાં પત્રો - પત્રિકાઓમાં મંડાતી નજરે પડે છે. આજે ઓશોથી પ્રભાવિત થઈને ચોરી છૂપીથી તેના અનુકરણ કરવામાં ઓછા નથી. સાચુ તો એ છે આજે પણ ઓશો પ્રમાણિત છે. તેથી તો ખુદ સમય જ તેમને સલામ કરે છે અને આવતો સમય તેમના સ્વાગત માટે તત્પર છે. એ જ કારણ છે કે ઓશો દરેક ભવિષ્યના વર્તમાન છે. ખુદ સમય જ તેમનું ગૌરવ કરે છે અને કહેવામાં સંકોચ નથી રાખતો કે આજે પણ ઓશો છે.

સંત ગુરૂ સદ્દગુરૂ યા બુદ્ધ તો કેટલાય થયા છે પણ ઓશોની વાત એટલી અનોખી છે એટલી નિરાળી છે એ જ કારણ છે કે ઓશો આજે પણ ન ફકત પ્રમાણિક, તાજા, નવા અને સત્ય છે અને દેહથી મુકત થયા પછી પણ વધુ જીવિત અને જીવંત લાગે છે. એવું શું છે ઓશોમાં જે ઓશોના પૂર્વજ તેમના સમયના અને આજના સંતો - ગુરૂઓ, બુદ્ધોથી અલગ કરે છે. આવો તેમના પર એક ટુંકી નજર નાખીએ જેમને વિસ્તારથી આગળ પુસ્તકોમાં વાચી શકીએ.

. સંબોધન અને આભાર :-

ઓશો જયારે પણ શ્રોતા અને સન્યાસીઓની વચ્ચે આવતા હતા તો તેમના બંને હાથ શ્રદ્ધાથી નમસ્કારના રૂપમાં જોડાયેલા રહેતા એટલુ જ નહીં ઓશો તેમના પ્રવચનની શરૂઆતમાં કોઈ દેવી દેવતાના નામ કોઈ જયકાર મંત્ર જેવા પ્રયોગને બદલે પોતાના પ્રવચનોમાં 'મેરે પ્રિય આત્મન' કહીને સંબોધિત કરતા અને પ્રવચન પૂરા થયા પછી ઓશો શ્રોતાઓ અને શિષ્યોને ધન્યવાદ પ્રગટ કરતા કહેતા કે તમે મને ધૈર્યપૂર્વક સાંભળ્યો હું અનુગ્રહિત છું. હું તમારી અંદર બેઠેલા પરમાત્માને નમસ્કાર કરૂ છું. મારા પ્રણામ સ્વીકાર કરો અને પછી વિદાય લેતા.

. વાણી અને ભાષા

ઓશોના વ્યકિતત્વમાં તેમની વાણી અને ભાષાનું પણ ખૂબ જ મહત્વ છે. ઓશોની વાણીમાં ગજબનું આકર્ષણ અને શબ્દોમાં સંમોહન હતું. દરેક સાંભળનારને એવું લાગતું કે જાણે ઓશો પોતાના માટે જ બોલી રહ્યા છે. શબ્દોની લયબદ્ધતા અને વિષયની પકડ તેમજ સ્પષ્ટ ગરજતી અવાજ જ મનુષ્યને જ મનુષ્યને ઝાકઝોરતી હતી.

જેટલા વિષયો પર ઓશો બોલ્યા છે અને જેટલા પ્રશ્નનો જવાબ ઓશોએ આપ્યા છે આજ સુધીમાં કદાચ કોઈ સંત અથવા કોઈપણ માણસે આપ્યા નહીં હોય. ઓશો ૪૮૦૦ કલાક હિન્દીમાં અને ૫૫૦૦ કલાક અંગ્રેજી બોલ્યા હતા. ઓશોનું હિન્દી અને અંગ્રેજી બંને પર સરખુ પ્રભુત્વ હતું. તેમને સાંભળવા અને સમજવામાં એ જ સુવિધા હતી કે જેથી ઓશોની દેશ-વિદેશમાં સન્યાસીઓની સંખ્યા વધી.

. વિષય :-

ઓશોના વિષયો ખૂબ જ અલગ હતા. ઓશો કોઈ પરમપારિક સંતોની જેમ કોઈ રામાયણ યા મહાભારત જેવા પાઠો નહોતા કરતા. કોઈ વ્રત, પૂજા કે ધાર્મિક કર્મકાંડ નહોતા બોલતા, સ્વર્ગ - નરક તેમજ અન્ય અંધવિશ્વાસોથી અલગ વિષયો પર બોલતા હતા. જેમના પર તેમની પહેલા આવી રીતે કોઈપણ બોલ્યુ નહોતું. તે મનુષ્યના આત્મ વિકાસ માટે આત્મ રૂપાંતરણ માટે બોલતા હતા. ઓશોના વિષયો તે સમયના તથાકથિત સંતોથી બિલકુલ અલગ હતા. એવો જ એક વિષય હતો. 'સંભોગથી સમાધિ' જે આજે પણ સમાજમાં વિવાદનો વિષય બની રહ્યો છે.

. બેબાકીપન :-

ઓશો નિર્ભિક અને સાહસી હતા. જે સાચુ છે પછી તે ગમે તેવું કડવું હોય ઓશો તેને અવશ્ય જાહેર કરતા. કોણ શું કરશે? શું વિચારશે? તેમની પરવાહ વિના તે વાતને રજૂ કરતા. સત્ય તો એ છે કે ઓશો લોકોને જ તે જાણતા હતા કે તેમને જગાડવા માટે એ નહીં બોલવું જે લોકો સાંભળવા ઈચ્છે છે. ઓશો સમાજની ઉંઘ તોડવા ઈચ્છતાં હતા. એટલે તે હંમેશા વિવાદનાં પક્ષમાં હતા. તેઓ વિવાદ જાણી જોઈને ઉભો કરતા. જો કાંઈ હોય ઓશો તેમને નવીન રીતે રજૂ કરતા. જેમને માટે ધર્મ હોય યા રાજનીતિ માન્યતા હોય યા પરંપરા બધાના વિરૂદ્ધ જ નહીં પણ બેબાકીપનના અવરોધોના જવાબો પણ આપ્યા.

. યાદદાસ્ત :-

ઓશોની યાદશકિત ગજબની હતી. આમ તો વેદ-પુરાણ, ગીતા - રામાયણ અને ધાર્મિક ગ્રંથોનો લગાલગ બધા જ સાધુ - સંતો અધ્યયન કરે છે પણ તેમને સમજવા અને યાદ રાખીને યોગ્ય જગ્યાએ મૂકવાનો પ્રયોગ કઠિન છે. ખાસ કરીને જમેણે ૧ લાખથી વધારે પુસ્તકો વાંચ્યા છે. ઓશોએ પોતાના જીવનકાળમાં ૧ લાખથી વધુ પુસ્તકો વાંચ્યા છે અને ફકત વાંચ્યા છે એવું નહીં પણ એ બધામાં શું લખ્યું છે તે બધું તેમને યાદ રહેતું.

. ધ્યાન યા સન્યાસ :-

લોકોની નજરમાં અત્યાર સુધી ધ્યાનનો અર્થ ફકત આંખોમાં બંધ રાખીને બેસવું. તેમજ સન્યાસનો અર્થ લગ્ન ન કરવા. પૂજા પાઠ અને ધાર્મિક કર્મકાંડ જેમાં સમાયેલ હતો. ધ્યાની અને સન્યાસીની એ ઓળખ હતી કે સંસારની મોહજાળ છોડીને, જંગલોમાં અથવા તો હિમાલયની ગુફામાં જઈને રહેવું, લોકોની નજરમાં તે માણસે નિરસ, નિર્જીવ રહેવા, પરંતુ ઓશોએ ધ્યાન અને સન્યાસની નવી પરિભાષા બનાવી. જેથી સન્યાસીએ સંસાર છોડવા ન પડ્યો ન ઘર-દ્વાર, ન કોઈ ગેરૂયા કપડા, ન કમંડલ કે ભભૂતિ લગાવી પડતી, ઓશોનો આ નવસન્યાસ દેશ-વિદેશમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો. ઓશોએ ધ્યાનની નવી સક્રિય વિધિઓ નિર્માણ કરી જેમને માટે ન કોઈ નિયમ, બંધન યા બાધ્યતા, ન કોઈ ઔપચારિકતા ઓશોનું ધ્યાન કોઈ હઠ નહીં રમત (ખેલ) જેવું હતું. જેમને માટે કોઈ પ્રકારની નિરસતા કે સાદી જીંદગીની જરૂરત નહોતી. ઓશોના સન્યાસી અને ધ્યાની દરેક વસ્તુ માટે પૂરા સ્વતંત્રતા હતા.

ઓશોએ ફકત સ્ત્રીઓને જ સન્યાસ નથી આપ્યો પરંતુ સ્ત્રી પુરૂષને એક સ્થાન પર લાવીને બંનેને પૂરી સ્વતંત્રતા પણ આપી, એક સાથે ખીલવા મહેકવાનું મોકો સન્માન પણ આપ્યા.

એટલું જ નહીં ઓશો એ પોતાના સન્યાસીઓને નવું નામ અને સાથે સ્ત્રીઓને 'મા' તેમજ પુરૂષોને 'સ્વામી' કહીને સન્યાસ આપ્યો અને તેમના માટે મરૂન રંગનો રોબ તથા ગળામાં પોતે તેમના લોકેટવાળી માળા પણ નિર્ધારીત કરી.

. પ્રવચન અને જોકસ :-

ઓશો પહેલા પ્રવચનો, ધાર્મિક સભાઓ બહું જ ગંભીરતાથી થતા. જેમાં જોકસ તો દૂર, વાત કરવી કે આંખ ખોલવી ખોટું અને ખરાબ માનવામાં આવતું. પરંતુ ઓશો હસ્તા ધર્મના પક્ષમાં હતા. જીવન તેમના માટે આનંદ અને ઉત્સવ હતા. એટલે તેમના પ્રવચનોમાં જોકસની ખાસ જગ્યા રહેતી. ઓશોના પ્રવચનોમાં જ્ઞાનની સાથે - સાથે મજાક અને મસ્તી પણ હતી અને સાંભળનારાને બેસીને, યા સૂઈને આંખ ખોલીને યા બંધ રાખીને જેમ ગમે તેમ પ્રવચન સાંભળવાની સ્વતંત્રતા તેમજ સુવિધા હતી.

. ટેકનીક :-

ઓશો પરિવર્તનના અવિષ્કાર કર્તા હતા. જે મોટાભાગે સાધુ - સંતોમાં હોતું નથી. ઓશો પહેલેથી જ સમજી ગયા હતા કે જે આજે પોતે બોલી રહ્યા છે તે કાલે કામ આવશે, એટલે તેમણે પ્રવચનનો રેકોર્ડ શરૂ કરાવ્યો, કમ્યુન હોય કે ધ્યાનવિધિઓ બધામાં કેટલીય ટેકનીકનો ઉપયોગ કર્યો, આશ્રમને મોર્ડન, કોમ્પ્યુટરરાઈડ્ઝ અને અપ ટુ ડેટ રાખ્યો તેમજ તકનીકના નામ પર વિશ્વને, કયારે, કયાં, શું આવી રહ્યું છે તે વાતની ફકત ખબર જ ન રાખી પરંતુ તેમણે ભારતમાં આવીને ઉપયોગ અને પ્રયોગનો પ્રયત્ન કર્યા. તેમના કમ્યુનમાં ધ્યાન અને ઉપચારની નવી વૈજ્ઞાનિક ટેકનીક ઉપલબ્ધ કરાવી. જો કે તથાકથિત સાધુ સંતો તે નહોતા કરતા.

. રહસ્યદર્શી :-

ઓશો પૂરી રીતના સુબદ્ધ, રહસ્યદર્શી તેમજ દૂરદર્શી હતા. તેમણે જે જે ત્યારે કહેલું તે બધુ આજે પણ ચર્ચિત છે. પછી ભલે ધર્મપ્રતિ સૂગ હોય કે સંબંધો પ્રતિ લોકો જાગી રહ્યા હતા.

અધ્યાત્મ તરફ ઉન્મુખ થઈ રહ્યા હતા. ભવિષ્યમાં વિવાહની શી સ્થિતિ રહેશે, તલાકનો વ્યય કેટલો વધશે, લીવ ઈન રીલેશનશીપ હોય યા સમલૈકિંગતા, આતંકવાદ હોય યા જન સંખ્યા વિસ્ફોટ, રાજનીતિ હોય કે સામાજીક સ્થિતિ આ બધુ પહેલા કહી દીધુ હતું. એટલુ જ નહીં મન-પ્રકૃતિ, પરમાત્મ, પ્રેમ જેવા સૂક્ષ્મ વિષયોથી સંબંધિત રહસ્યોને પણ ઓશોએ એટલે બારીકાઈથી અને ખૂબસૂરતીથી દર્શન કરાવ્યુ કે સમાજને, સાંભળનારને ખૂબ સાફ સમજવું બુંદમાં સાગર, બીજમાં વૃક્ષ અને ક્ષણમાં યુગ જોવાનું રહસ્ય આજે પણ તથાકથિત સાધુ - સંતોથી અલગ રહ્યું છે.

. નયી દેશનાય :-

જો ઓશોની દૃષ્ટિ શિક્ષા સુઝાવ પર જાણીએ તો એક આખો ગ્રંથ બની જાય. જો થોડા શબ્દોમાં કહીએ તો ઓશોની દૃષ્ટિ બીજા સંતોથી અલગ હતી. જેમ કે માનો નહીં જાણો, ભાગો નહીં જાગો, કે કાંઈ છે તે અત્યારે અહીં જ છે. પહેલા પોતાને પ્રેમ કરો, સ્વીકાર કરો અને દૃષ્ટાભાવ નિયંત્રણ નહીં સ્વતંત્રતા, સંભોગ સમાધિનું દ્વાર છે. જોરખા ધ બુદ્ધા, તેમજ નવા મનુષ્યની પરિભાષા તેમની દૃષ્ટિએ નવીન અને અલગ જ છે. જેમનો કોઈપણ ઉપયોગ કરીને મુકત થઈ શકે છે.

. જીવન :-

ઓશોના જીવનમાં જેટલો ચડાવ ઉતાર, માનઅપમાન, ઉપહાર - તિરસ્કાર, વૈભવ - સાદગી, જન્મ - મૃત્યુ જેવું બધુ એક જુદુ જ નિરાળુ વિરોધાભાસી તેમજ ઉપલબ્ધીઓથી ભરપૂર રહ્યું છે. ભાગ્યે જ કોઈ સંતોનું જીવન આવું રહ્યુ હોય, જીવનના દરેક રૂપ અને પડાવને કોઈ જોઈ અને પસાર થઈને પણ કયારેય કોઈ જાતનો અહંકાર નહોતો લાગ્યો. ન તો કોઈ પીડા કે હતાશા આવી નાના ગામથી લઈને અમેરીકા સુધી બળદગાડીથી રોલ્સરોય સુધી મનાલીની ઘાટીઓથી જેલની દિવાલો સુધી ગુલાબથી લઈને ઝેર સુધી તેમજ જન્મથી મૃત્યુ સુધી, ઓશોએ જીવનને જયાં ને ત્યાં પૂરા અહોભાવથી, સ્વાગતથી સ્વીકાર્યું, તે દરેક સ્થિતિ - પરિસ્થિતિથી ઉપર રહ્યા.

આ ઓશોનો જાદુ હતો અને આજ ઓશોનો જાદું છે જે આજે પણ ઓશોને ઓશો બનાવે છે. તેમજ તેમના પૂરા સમકાલીન તેમજ આજના સંતો - ગુરૂઓથી જુદા અને શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે. જેમના પર સમય પણ ગૌરવ લે છે અને લેતો જ રહેશે. તેમજ દરેક યુગમાં સ્પષ્ટતા કરતા રહેશે અને કહેતા રહેશે કે 'ઓશો આજે પણ ઓશો છે.' (૩૭.૫)

સંકલન :-

સ્વામી સત્યપ્રકાશ

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ૪-વૈદવાડી, રાજકોટ

(ફોન : ૯૪૨૭૨ ૫૪૨૭૬)

(4:36 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,948 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,71,658 થઇ :એક્ટિવ કેસ 2,05,573 થયા: વધુ 13,164 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,09,048 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,447 થયા access_time 11:58 pm IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • પ. બંગાળ, તામિલનાડુ, આસામ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં યોજાય તેવી સંભાવના છે access_time 2:03 pm IST