Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સૌના હમદર્દ અને મોજીલા પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયાની અણધારી વિદાયઃ ગુરૂવારે પ્રાર્થનાસભા

રાજકોટઃ ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠિયા તે સ્‍વ. ગોવિંદભાઈ, ટપુભાઈ સોરઠિયાના પુત્ર તથા સ્‍વ. જગદીશભાઈ અને જયંતીભાઈ (ઝાંઝર સ્‍ટુડીયો)ના ભાઈ, ભાજપના વોર્ડ નં. ૧૪ના પૂર્વ કોર્પોરેટર કિરણબેન રાજુભાઈ સોરઠિયાના પતિશ્રી તથા અમિતભાઈ અને કરણભાઈના પિતાશ્રીનું ગઈકાલે તા. ૧૭ને રવિવારે ટૂંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયુ હતું. સદ્‌ગતની પ્રાર્થનાસભા આગામી તા. ૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આનંદનગર મેઈન રોડ પર મ્‍યુનિસિપલ કોમ્‍યુનીટી હોલ ખાતે રાખેલ છે. (મો. ૭૬૯૮૦ ૦૨૩૦૯ અમીતભાઈ) તથા (મો. ૮૨૦૦૩ ૬૦૭૨૦ કરણભાઈ). નોંધનીય છે કે રાજુભાઈ સોરઠિયા ૧૯૯૫ની ટર્મમાં વોર્ડ નં. ૧૪માં ભાજપમાંથી ચૂંટાયા હતા. સૌના હમદર્દ એવા રાજુભાઈ સામાજીક અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર હતા. તેઓ ભવનાથ મંદિર ખાતે અનેક સમૂહલગ્ન યોજી ચૂકયા છે તથા ભવનાથ મિત્ર મંડળ સંસ્‍થા થકી દુષ્‍કાળમાં શાસ્‍ત્રીમેદાનમાં જાહેર રાહત રસોડુ સતત ૪ મહિના ચાલુ રાખ્‍યુ હતું. હસમુખા અને સૌને મોજ કરાવતા રાજુભાઈની અણધારી વિદાયથી ભાજપ તથા મિત્ર વર્તુળોમાં ઘેરો શોક છવાયો છે.

(4:25 pm IST)