Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કોઠારીયા રોડ વિસ્તારની સગીરાને વિજય ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા., ૧૮: કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી સીતારામ સોસાયટીમાં રહેતો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ચાર દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ  પરત  આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન સગીરાના ઘરની સામે રહેતા હનીફભાઇ  ચાનીયાની સાથે વિજય રઘુભાઇ ઉગરેજા (રહે. સીતારામ સોસાયટી શેરી નં. ૯) કામ કરવા આવતો હોઇ તે સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાની માતાએ આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વિજય ઉગરેજા વિરૂધ્ધ અપહરણનો કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)