Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

એલ.આઈ.સી.દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યર ટ્રોફી- પ્રમાણપત્ર એનાયત

રાજકોટઃ અહિંના જ્ઞાન સરિતા સ્કુલ ખાતે ભારતીય જીવન વિમા નિગમ રાજકોટ શહેર શાખા-૧ દ્વારા 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ટ્રોફિ તથા પ્રમાણપત્ર ધો.૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી સી.કે.પટેલ, બ્રાંચ મેનેજર ખગ્રામ, અભિમન્યુ, ડેવ.ઓફિસર શેખરસિંગ ગઢવી, વિમા સલાહકાર કૌશિકભાઈ મણવર ઉપસ્થિત રહી બાળકોન ઉજજવળ ભવિષ્ય માટે માર્ગદર્શન તેમજ શુભકામનોઓ પાઠવેલ છે.

(3:28 pm IST)