Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

સ્કેટ સાથે ડાન્સ-યોગા- જીમ્નાસ્ટીક સ્પર્ધાઓ

 તાજેતરમાં પૂજા હોબી સેન્ટર દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૨ થી ૧૮ વર્ષ સુધીના ૨૫૦ થી વધારે બાળકો ફાઇનલમાં પસંદ થયા હતા. ફેન્સીડ્રેસમાં બાળકોએ કોરોના, બાળ વિવાહ અટકાવો, પર્યાવરણ બચાવો, માય ઇન્ડિયા, પરી વુમન્સ એમ્પાવરમેન્ટ, ભાતીગળ સંસ્કૃતિ, મોર, વીર ભગતસિંહ, ગોવાળીયો, માસ્ટર શેફ, કાનુડો, આર્મી મેન વગેરે ટોપીક પર અદ્દભૂત ડ્રેસીંગ સાથે પરફોર્મ કર્યુ હતુ. ડાન્સમાં હીપહોપ, કન્ટેમ્પરરી, ફ્રી સ્ટાઇલ, ફોક ડાન્સ, પંજાબી, મરાઠી અને ગુજરાતી ડાન્સ રજુ કરેલ. સ્કેટીંગ ડાન્સમાં સ્પીન, જમ્પ, ફુટવર્ક, લીફટીંગ, કન્ટેમ્પરરી, દેશભકિત, ગુજરાતી ગરબા જેવી કૃતિઓ રજુ કરાઇ હતી. યોગા જીમ્નાસ્ટીક અને હુલ્લાહુપમાં બાળકોએ ૧૮ અલગ યોગા રજુ કર્યા હતા. તમામ એઇજ ગ્રુપ પ્રમાણે ૧ થી ૩ ક્રમે ઇનામો જાહેર કરાયા હતા. મોડેલીંગ, ફેન્સી ડ્રેસ, યોગા તથા જીમ્નાસ્ટીકમાં ટોપ ટેન અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ જાહેર કરાયા હતા. ઉપરાંત સ્કેટીંગમાં સ્પીડ રીલે અને આર્ટીસ્ટીકમાં બાળકોએ ઉત્તમ દેખાવ કરી ૧૮ થી વધારે ટ્રોફી મેળવી હતી. મહેમાન તરીકે મેયર ડો. પ્રદીપભાઇ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ, પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, બાન લેબ્સવાળા મૌલેશભાઇ પટેલ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, મિલનભાઇ કોઠારી, વિજયભાઇ કારીયા, ઉમેશભાઇ શેઠ, રમાબેન હેરભા, પ્રતિકભાઇ અઢીયા, જલારામ ચીકીવાળા મનોજભાઇ ચોટાઇ, અનુપમભાઇ દોશી, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, હરેશભાઇ જોશી, રાજેન ઠકકર, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેશભાઇ પરમાર, ગુણવંતભાઇ ડેલાવાળા, દિપકભાઇ કલ્યાણ જવેલર્સવાળા, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, સોનલબેન ગાંધી, મીનાબેન ગાંધીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. નિર્ણાયકો તરીકે નીરજ સર, ઉમા મેડમ, હીનાબેન સોની, પુજા મેડમે સેવા આપી હતી. એનકર તરીકે શ્વેતાબેન અંતાણી અને પાયલબેને સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાના સોનલ દીદી, સીમરન દીદી, આસ્થા દીદી, આરતી દીદી, શ્રેયા દીદી, ભાવના દીદી, મીના દીદી, સંજીવની દીદી, કિંજલ દીદી, અલ્પા દીદી, અવેશ સર, અજય સરે જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)