Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

તેજસભાઈ કક્કડ અને અનિલભાઈ મોદી પરિવારમાં લગ્નોત્સવઃ પ્રણવ અને ફોરમનું ભાવભીનું સ્વાગત

રાજકોટઃ જાણીતા ઉંદ્યોગપતિ અને જલારામ મંદિર, રાજકોટ પરિવારના શ્રી તેજસભાઈ કક્કડ તથા શ્રીમતી જયશ્રીબેન કક્કડના સુપુત્ર ચિ. પ્રણવના શુભલગ્ન સુરત નિવાસી શ્રી અનિલભાઈ વસંતલાલ મોદી તથા શ્રીમતી કામિનીબેન મોદીની પુત્રી ચિ.ફોરમ સાથે યોજાઈ ગયા. શ્રી તેજસભાઈ કક્કડે પોર્ટુગલમાં ખૂબ મોટી નામના મેળવી છે અને ત્યાંના પ્રથમ દસ ઉંદ્યોગપતિ - ઔદ્યોગિક સાહસવીરોમાં તેમનું નામ આવે છે. કોરોના મહામારીને ધ્યાને લઈ સંપૂર્ણ સાદાઈથી લગ્ન સંપન્ન કરવામાં આવેલ. તાજેતરમાં રાજકોટ ખાતે જાણીતા આર્કીટેકટ અને તેજસભાઈના નાનપણના મિત્ર શ્રી કિશોરભાઈ ત્રિવેદી તથા ત્રિપલ આઈડી (સૌરાષ્ટ્ર ઝોન)ના ચેરપર્સન તથા નામાંકિત આર્કીટેકટ - ઈન્ટીરીયર ડિઝાઈનર શૈલીબેન ત્રિવેદીએ નવદંપતિના માનમાં સીઝન્સ હોટલ ખાતે ગેટ - ટુ - ગેધર કાર્યક્રમ રાખ્યો હતો.
ગીટારના સુમધુર સૌમ્ય સંગીત વચ્ચે શૈલીબેનની અભૂતપૂર્વ આગતા - સ્વાગતા સાથે મહેમાનોએ સૌરાષ્ટ્રની શિયાળાની ઠંડીના માહોલમાં અનેરી ભાત પાડતા ભોજનનો આનંદ લીધો હતો. સીઝન્સના શ્રી વેજાભાઈ કાંબલીયાની વ્યવસ્થા, મહેમાનગતિ કાબીલેદાદ હતી.
આ પ્રસંગે પરિવારના શ્રી અને શ્રીમતી દિલીપભાઈ કક્કડ, શ્રી અને શ્રીમતી કોકીલભાઈ કક્કડ, શ્રી અને શ્રીમતી પ્રિયેન કક્કડ અને પરિવારે મહેમાનોને આવકાર્યા હતા.
તસ્વીરમાં ‘અકિલા’ના મોભી અને તેજસભાઈના મિત્ર, પારિવારીક સભ્ય શ્રી કિરીટભાઈ ગણાત્રા, જનકભાઈ ત્રિવેદી સહિતના મહેમાનો ઉંપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા. તસ્વીરમાં ઉંપસ્થિત  પરિવારજનો, મહેમાનો, મહાનુભાવો નજરે પડે છે. સહુએ ચિ. પ્રણવ તેજસભાઈ કક્કડ અને ચિ.ફોરમ પ્રણવભાઈ કક્કડને અંતરની શુભેચ્છાઓ પાઠવી હતી. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા, અકિલા)

 

(11:33 am IST)