Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રામચરિત માનસ મંદિર, રતનપરમાં વ્રતની પૂનમ ભરવા તેમજ સત્યનારાયણની કથા, પૂજન, મહાપ્રસાદનું આયોજન

રાજકોટ, તા. ૧૭ઃ. મોરબી રોડ પર રતનપર ખાતે યાત્રા સ્થળની રામચરિત માનસ મંદિરે ભાવિકો માટે માગસર સુદ પૂનમને શનિવાર તા. ૧૮ના રોજ શ્રધ્ધા-ભકિતભાવપૂર્વક વ્રતની પૂનમ (પૂર્ણિમા) ભરવાનું આયોજન કરેલ છે. શ્રી રામચરિત માનસ મંદિરે શ્રી રામ દરબાર, રામેશ્વર મહાદેવ, દ્વારકાધીશ, શ્રીનાથજી, મા ગાયત્રી, બહુચરાજી, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, હનુમાનજી, જલારામ બાપા, રણછોડદાસજી બાપુ વગેરેના નિજમંદિર-દેવસ્થાનમાં ભાવિકો પોત પોતાના ઈષ્ટદેવ - આરાધ્યદેવ સમક્ષ પૂજા-આરતીની ભાવવંદના કરીને પૂનમ ભરશે.
આ પ્રસંગે માનસ મંદિરમાં પૂજારીજી દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા થશે. રામાયણની તમામ ચોપાઈઓના આલેખનથી સુશોભિત માનસ મંદિરમાં દિવ્ય આરતી થશે તથા બપોરે ૧૨.૦૦ કલાક અન્નપૂર્ણા ગૃહમાં ભાવિકો-દર્શનાર્થીઓ મિષ્ટ ભોજન-મહાપ્રસાદ લેશે.
અત્રે એ ઉંલ્લેખનીય છે કે મંદિરની દિવાલો ઉંપર રામચરિત માનસની સંપૂર્ણ ચોપાઈઓનું આલેખન હોય તેવું ગુજરાતનું આ સૌ પ્રથમ દેવસ્થાન છે, જ્યાં વ્રતની પૂનમ ભરવા રાજકોટ તથા આસપાસના ગામોમાંથી ભાવિકો નિયમિતપણે માનસ મંદિર આવે છે. સમયાંતરે રાજકોટથી પદયાત્રા કરીને ચાલીને પૂનમ ભરવા આવે છે. પૂ. શ્રી રણછોડદાસજી બાપુ તથા શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી પાવન થયેલ શ્રી રામચરિત માનસ મંદિરે વ્રતની પૂનમ ભરવા તથા દર્શન, પૂજન, સત્યનારાયણની કથા, આરતી, પ્રભુપ્રસાદનો ધર્મલાભ લેવા, કુદરતી સૌંદર્ય, હરિયાળા વૃક્ષો, ગૌશાળાના આ પ્રાકૃતિક દેવસ્થાનમાં અલૌકિક શાંતિનો અનુભવ કરવા સર્વે ભાવિકોને સીયારામ મંડળીએ હાર્દિક અનુરોધ કરેલ છે. તેમ સંસ્થાના મિડીયા કન્વીનર ડો. કૃષ્ણકુમાર મહેતાની યાદીમાં જણાવાયુ છે.

 

(10:29 am IST)