Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટનાં પંચવટી વિસ્તારમાં કોરાનનો કહેર:એક જ પરિવારના પાંચ સભ્યો ઝપટે : શહેરના કુલ 7 પૈકી પ કેસ પંચવટી સોસાયટીમાં નોંધાયા

વોર્ડ નં.8નાં પંચવટી મેઈન રોડ પર રહેતા 74,43,43 વર્ષીય પુરુષ અને 15 વર્ષીય યુવતી તથા વોર્ડ નં.10નાં શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા 32 વર્ષીય મહિલા, વોર્ડ નં.10નાં સાધુ વાસવાણી રોડનાં 65 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત: તમામ દર્દીઓ હોમ આઇસોલેટ: પાંચ દર્દીઓએ વેકસીનનાં બંન્ને ડોઝ લીધા છે: પરિવારજનો અને સંપર્કમાં આવેલ લોકોનાં ટેસ્ટ કરવા તજવીજ

રાજકોટનાં પંચવટી વિસ્તારમાં કોરાનનો કહેર જોવા મળ્યો છે આજે શહેરમાં નોંધાયેલા કુલ 7 પૈકી પ કેસ પંચવટી સોસાયટીના નોંધાયા છે

વોર્ડ નં.8નાં પંચવટી મેઈન રોડ પર રહેતા એકજ પરિવારના 74,43,43 વર્ષીય પુરુષ અને 15 વર્ષીય યુવતી તથા વોર્ડ નં.10નાં શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા 32 વર્ષીય મહિલા, વોર્ડ નં.10નાં સાધુ વાસવાણી રોડનાં 65 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે આ તમામ દર્દીઓ હોમ આઇસોલેટ કરાયા છે, પાંચ દર્દીઓએ વેકસીનનાં બંન્ને ડોઝ લીધા છે  પરિવારજનો અને સંપર્કમાં આવેલ લોકોનાં ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરાઈ છે

(9:52 pm IST)