Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ઘરમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ રૂમમાં રહેવા મામલે મયુરે ફિનાઇલ પીધી

રાજકોટ તા. ૧૭: યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર પાસે ઝવેરચંદ મેઘાણી ટાવરમાં રહેતાં મયુર મનસુખભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) નામના યુવાને રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મયુર જમીન મકાનનું કામ કરે છે. ઘરમાં એક સભ્યને કોરોના પોઝિટિવ કેસ આવતાં પોતાના રૂમમાં બીજા સભ્યને રાખવા બાબતે ચડભડ થતાં તેણે ગુસ્સે થઇ ફિનાઇલનો ઘૂંટડો ભરી લીધો હતો. સારવાર બાદ રાતે જ રજા અપાઇ હતી.

(11:39 am IST)