Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ગંગાસતીનું ભજન રજુ કરી અનોખુ સ્થાન મેળવતો મેહુલ વાઘેલા

રાજકોટ : તબલા વાદક મનોજ વાઘેલાના સુપુત્ર મેહુલ વાઘેલાએ પણ સંગીતની દુનિયામાં કેડી કંડારી છે. તાજેતરમાં રાષ્ટ્રીય શાળા ખાતે યોજાયેલ ભજન સ્પર્ધામાં પૂ. મોરારીબાપુની ઉપસ્થિતીમાં ગંગાસતીનું ભજન રજુ કરી સૌને મુગ્ધ કરી દુધા હતા. બાપુએ પણ પીઠ થાબડી કલાગુરૂ મુગટલાલ જોષીનું નામ ઉજવળ કરો તેવા આશીર્વાદ આપ્યા હતા. મેહુલે શાસ્ત્રીય ગાયનની તાલીમ પીયુબેન સરખેલ પાસેથી અને તબલાની તાલીમ અંજનાબેન વસાવડા પાસેથી મેળવી હતી. ગીટારની તાલીમ અલ્પેશ ગોંડલીયા પાસેથી લીધી છે. હાલ પોતાના પિતાશ્રીના મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા અને સર્વોદય સ્કુલમાં સેવા આપી રહેલ મેહુલ (મો.૯૫૫૮૧ ૪૫૫૭૦) એ સંગીત ક્ષેત્રે મેળવેલ સિધ્ધિ બદલ ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:53 pm IST)