Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

બે નામચીન શખ્સ શકિત ઉર્ફ ટબુડી અને જીજ્ઞેશ ઉર્ફ નાની ટિકિટ પાસામાં

યુનિવર્સિટી પોલીસ, ભકિતનગર પોલીસ અને પીસીબીની દરસ્તાને પોલીસ કમિશ્નરની મંજુરીઃ વડોદરા અને અમદાવાદ જેલમાં ધકેલાયા

રાજકોટ તા. ૧૭: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગુનેગારની છાપ ધરાવતાં અને વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતાં વધુ બે શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.  અસંખ્ય ગુના જેના નામે છે તેવા મનહરપરા-૭માં રહેતાં શકિત ઉર્ફ ટબૂડી વિનુભાઇ સોલંકી (ઉ.૩૫)ને વધુ એક વખત પાસામાં ધકેલાયો છે. પખવાડીયા પહેલા પાસામાંથી છુટીને આવ્યાના થોડા દિવસ બાદ એક જ દિવસમાં બબ્બે વખત હુમલા કરી શકિતએ આતંક મચાવ્યો હતો. જે પૈકી યુનિવર્સિટીના ગુનામાં તેને ઝડપી લેવાયો હતો. આ શખ્સને પાસા તળે વડોદરા જેલમાં ધકેલાયો છે.

જ્યારે કોઠારીયા રોડ આનંદનગર કવાર્ટર બ્લોક નં. ૭/૨૮૭માં રહેતાં અને અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલા તેમજ તાજેતરમાં હદપાર ભંગ સબબ પકડાયેલા જીજ્ઞેશ ઉર્ફ બાવકો ઉર્ફ નાની ટિકિટ અરવિંદભાઇ ગોહેલ (ઉ.૨૮)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર કરી અમવાદાજ જેલ હવાલે કરવા હુકમ થયો છે. આ બંને દરખાસ્તમાં અને વોરન્ટ બજવણીમાં યુનિવર્સિટીના પી.આઇ. આર. વાય. રાવલ, ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી તથા પીસીબીના પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયા અને સ્ટાફના જે. પી. મેવાડા, પ્રદિપભાઇ, વી. જે. જાડેજા, શૈલેષભાઇ, પીએસઆઇ ડી. એન. વાંજા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાડ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે ભાગ ભજવ્યો હતો. તસ્વીરમાં જીજ્ઞેશ (કાળુ જેકેટ) અને ટબુડી (ટી-શર્ટ) જોઇ શકાય છે. (૧૪.૧૨)

(3:53 pm IST)