Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજકોટ બાર એસોસીએશનની મતદાર યાદી જાહેર કરાઇ

આગામી ચૂંટણીના અનુસંધાને

રાજકોટ તા. ૧૭ : રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી તથા સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, રાજકોટ બાર એશોસીએશનની આગામી ચૂંટણી તા. ૧૭-૧૨-૨૦૨૧ના રોજ યોજાનાર હોય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વન બાર વન વોટ મુજબની રાજકોટ બાર એશોસીએશનની મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ગયેલ હોય તો રાજકોટ બાર એશોસીએશનના સભ્યોએ તા. ૩૦-૧૧-૨૦૨૧ના સાંજે ૫.૩૦ કલાક સુધીમાં પોતાના નામ મતદાર યાદીમાં ચકાસી જવા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી તથા સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીની યાદીમાં જણાવવામાં આવેલ છે જેની દરેક સભ્યોએ નોંધ લેવા વિનંતી છે.

(2:36 pm IST)