Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રૂ. દોઢ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં હાજર થવા આરોપી સામે સમન્સ

રાજકોટ તા. ૧૭: રૂ. ૧,પ૦,૦૦૦/-નો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા અદાલતે સમન્સ ઇસ્યુ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે ''નવકાર'' જલારામ આઇસ્ક્રીમ પ્રણવ કોમ્પલેક્ષ, રૈયા રોડ, રાજકોટ મુકામે રહેતા આરોપી વિશાલપરી જીતેન્દ્રપરી ગોસાઇ ને ફરીયાદી મહેશ મુલચંદભાઇ બુધવાણી, રહે. ફલેટ નં-૪૦૧, જય એપાર્ટમેન્ટ, જંકશન પ્લોટ, શેરી નં-પ, રાજકોટ વાળાઓ બંને મિત્રતાના સબંધો હોય જેથી આરોપીને ધંધાના કામ અર્થે આજથી દોઢ વર્ષ પહેલાં પૈસાની જરૂરીયાત ઉભી થતાં તેઓએ આ કામના ફરીયાદીનો સંપર્ક કરી પોતાને પૈસાની જરૂરીયાત હોય જેથી સબંધના દાવે માંગણી કરેલ. જેથી ફરીયાદીએ મીત્રતા તેમજ સબંધના દાવે આરોપી હિરેનભાઇને તેમની જરૂરીયાત મુજબની રકમ રૂ. ૧,પ૦,૦૦૦/- એક લાખ પચાસ હજાર વગર વ્યાજે સબંધના દાવે હાથ ઉછીના રોકડા આપેલ.

આ કામના ફરીયાદીએ તા. ૧૪/૬/ર૦ર૧ના રોજ સદરહું ચેક પોતાની બેંક ''રાજકોટ કોર્મશીયલ કો-ઓપ-બેંક લી.'માં નાંખતા તા. ૧પ/૬/ર૦ર૧ના રોજ ''ફંડસ ઇન સફીસીયન્ટ''ના શેરા સાથે વણચુકવેલ પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ પોતાના એડવોકેટ અમીત એન. જનાણી મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ મોકલેલ. તેમ છતાં આરોપીએ આજ દિન સુધી તહોમતદારે ફરીયાદીને તેની ચેક મુજબની કાયદેસરની લેણી રકમ ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ આપેલ નહીં. જેથી આ કામના ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ધી નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે આરોપી વિશાલપરી જીતેન્દ્રપરી ગોસાઇ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરેલ હતું.

આ કામમાં ફરીયાદી મહેશ મુલચંદભાઇ બુધવાણી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

(3:58 pm IST)