Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા બનારસમાં મેગા નેત્રયજ્ઞ

તા. ૧૯ નવેમ્બરથી પ્રારંભ અને ૩૧ મી માર્ચના સમાપન : ૧૦૮૦૦૦ ઓપરેશન વિનામુલ્યે કરવાનો મહાસંકલ્પ : સેવા આપવા ઇચ્છુકોને પણ ઇજન

રાજકોટ તા. ૧૭ : પૂ. સદ્દગુરૂદેવશ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણાથી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉત્તર પ્રદેશના બનારસ (વારાણસી, કાશી) ખાતે તા. ૧૯-૧૧-૨૦૨૧ થી તા. ૩૧-૩-૨૦૨૨ સુધી વિનામુલ્યે મહા નેત્રયજ્ઞનું આયોજન કરાયુ છે.

આ કેમ્પ દરમિયાન ૧,૦૮,૦૦૦ આંખના ઓપરેશનો કરાશે. પૈસાના વાંકે કોઇની આંખોની રોશની વિલાય નહીં તેવા ઉદેશ્યથી એક પણ પૈસો લીધા વગર ઓપરેશનો કરવાનો મહા સંકલ્પ કરાયો છે.

પૂ. રણછોડદાસજી બાપુ નેત્રયજ્ઞના હિમાયતી હતા. તેઓની સદેહે ઉપસ્થિતિમાં જે રીતે નેત્રયજ્ઞ કેમ્પ થતા તેવી રીતે જ તેમની સુક્ષ્મ ઉપસ્થિતિમાં સઘળુ આયોજન કરાયુ છે.આટલા વિશાળ આયોજનને લઇને તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. આ વિશાળ નેત્રયજ્ઞની સેવારૂપી ગંગામાં સેવા આપી પૂણ્ય મેળવવા સૌને ઇજન અપાયુ છે.

સમગ્ર કેમ્પની વિશેષ માહીતી માટે શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ (સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ) તથા શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટનો રૂબરૂ અથવા મો.૮૫૮૬૩ ૦૮૧૭૮, મો.૮૪૬૦૯ ૨૮૫૦૮, મો.૯૮૭૯૭ ૩૪૧૭૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:10 pm IST)