Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કારોબારીમાં 'સખળડખળ' શરૂ થતા પ્રમુખ સામેની બાગીઓની લડત પર અસર

ભાજપ જુથ એક થઇને લડવાના બદલે અંદરોઅંદર બાખડયા લાગ્યું: અવિશ્વાસ દરખાસ્તની ચર્ચા

રાજકોટ, તા., ૧૬: જિલ્લા પંચાયતના  પ્રમુખ ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત બાબતે હાઇકોર્ટમાં પડતર મામલાની તા.ર૦મીએ સુનાવણી છે તે પુર્વે બાગીઓ શાસીત કારોબારી સમીતીમાં સખળડખળ શરૂ થયું છે. કારોબારી અધ્યક્ષ કોઇ સભ્યોમાં અસંતોષ હોવાનું નકારે છે પરંતુ અંદરખાનેથી મળતા અહેવાલ મુજબ અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત સુધીની હિલચાલ શરૂ થઇ ગઇ છે. કારોબારીના વહીવટ બાબતે કેટલાક સભ્યોમાં નારાજગી વ્યાપી છે.

પંચાયતમાં કોંગ્રેસના બાગીઓએ ભાજપના સહકારથી કારોબારી સમીતીમાં કબ્જો કર્યા બાદ સરકારે બીન ખેતીની સતા ખેંચી લેતા કારોબારી સમીતીની તાસીર જ બદલાઇ ગયેલ. તાજેતરમાં બાગીઓએ પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકી છે. તેમાં બળાબળના પારખા બાકી છે. ભાજપ અને બાગીઓ કોંગ્રેસ સામે એક થઇને લડવાને બદલે અંદરો અંદર બાખડવા માંડતા કોંગ્રેસ સામેની લડાઇમાં તેની સીધી અસર દેખાઇ રહી છે. આવતા અઠવાડીયે પંચાયતના રાજકારણમાં નવા જુનીનો ઉમેરો થવાની સંભાવના છે.

(4:22 pm IST)