Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ચેમ્બર દ્વારા પાવર પ્રેઝન્ટેશન સાથે નિકાસકારોને માર્ગદર્શન

રાજકોટઃ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નિકાસકારો માટે સેમીનાર યોજવામાં આવેલ જેમાં RFID  (રેડીયો ફિકવન્સી આઇડી) સીલીંગ ફરજીયાત થવાનું છે તેની પુરેપુરી સમજ તથા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન મે. ઇન્ફોસીસ સોફટવેર સીસ્ટમના એમ.ડી. આસામી પાટીલ દ્વારા આપવામાં આવેલ. તેમજ હાલમાં મર્ચન્ટ એક્ષપોટર્સ માટે નિકાસ કરવા માટે ૦.૧% થી ખરીદી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ સેમીનાર દરમ્યાન અલગ અલગ ડિપાર્ટમેન્ટ માંથી જોઇન્ટ કમિશ્નરશ્રી લાડુમોર ડેપ્યુટી કમિશ્નરશ્રી મનીષકુમાર ચાવડા, ડેપ્યુટી કમિશ્નરશ્રી કેશવાણી તથા આસીમ પાટીલ, એમ.ડી. ઇન્ફોસીસ સોફટવેર સીસ્ટમ્સ વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી નિકાસકારોને માર્ગદર્શન આપ્યું હતું. સેમીનારમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત નિકાસકારોને ચેમ્બરના વાઇસ પ્રેસીડેન્ટ પાર્થભાઇ ગણાત્રા અને માનદ્દ મંત્રી વી. પી. વૈષ્ણવએ સૌને આવકારી સેમીનારના મહત્વના વિષય પર માહિતી આપેલ. સેમીનારના અંતે ચેમ્બરના તાત્કાલીન નિવૃત પ્રમુખ સમીરભાઇ શાહએ જણાવ્યું કે ચેમ્બર દ્વારા નાના વેપારીઓ-ઉદ્યોગકારોના હિતમાં રચનાત્મક કાર્યો સતત થતા જ રહે છે અને GST રેટ તથા સરળીકરણ માટે અવિરતપણે પ્રયાસો કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બરના વાઇસ પ્રેસીડેન્ટ પાર્થભાઇ ગણાત્રાએ જહેમત ઉઠાવેલ. તેમ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસીયા તથા માનદ્ મંત્રી વી. પી. વૈષ્ણવએ યાદીમાં જણાવેલ.

(3:48 pm IST)