Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ચુંટણી ખર્ચ બેફામ....

મંડપ-ગાદલા-ખુરશીના ટેન્ડરો ઉચા ભાવે મંજુરીઃ ચૂંટણીપંચમાં ફરીયાદ

ચુંટણી પંચે મંજુર કરેલા ભાવથી અનેક ગણા ઉંચા ભાવે કોન્ટ્રાકટો મંજુરઃ કલેકટર તંત્રની અણધડ નીતિ સામે તપાસના ચક્રો ગતીમાન

રાજકોટ તા. ૧૭ : વિધાનસભાની ચૂંટણી દરમિયાન પીલીંગ બુથ અન્ય ઉતારાઓ સહીતની વ્યવસ્થા માટે અપાયેલ મંડપ-ગાદલા-ખુરશી વગેરેના કોન્ટ્રાકટરો ઉંચા ભાવે મંજુર કરી ચુંટણીના નામે બેફા ખર્ચ થઇ રહ્યાની ફરીયાદ રાજય ચૂંટણી પંચ દ્વારા કલેકટર તંત્ર સામે તપાસના ચક્રો ગતીમાન થયાનું જાણવા મળ્યું છે.

આ અંગે સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ રાજય ચૂંટણીપંચે ચૂંટણી દરમિયાન મંડપ, ગાદલા, ખુરશી, ઇલેકટ્રીક, ફર્નિચર વગેરે માટે નિશ્ચિત (ભાવબાંધણુ) ભાવેજ કોન્ટ્રાકટ મંજુર કરવા માર્ગદર્શન આપ્યું હતું છતા કલેકટર તંત્રએ તેને અવગણીને મનફાવે તે પ્રકારે અણધડ રીતે ઉંચા ભાવે ટેન્ડરો મંજુર કરી દીધા હોવાની ફરીયાદ રાજય ચૂંટણી પંચને મળી છ.ે

જેમાં ઉલ્લેખ કરાયો છે કે ચૂંટણી પંચે ખુરશી માટે રૂ. પ થી ૭૭ ભાડુ નકકી કરેલ તેની સામે રૂ. રપ થી ૩૦ ના ભાવે ખુરશીના કોન્ટ્રકટો અપાયા છ.ે જયારે ગાદલાનું ભાડુ રૂ.૩૦ થી ૪૦ નકકી થયેલ તેની સામે રૂ.૭૭૦ થી ૮૦ નું ભાડુ ચુકવવાનું નકકી થયું છે.

આજે પ્રકારે મંડપ ત્થા ફર્નિચર વગેરેના ખર્ચમાં પણ બેફામ વધારા મંજુર કરાવાથી ફરીયાદ ઉઠી છે.

એટલુંજ નહી જેને કોન્ટ્રાકટો અપાયા છે. તેમાં જી.એસ.ટી. નંબર છે કે કેમ ? વગેરે બાબતોની તપાસ વગરજ લાગતા - વળગતાઓને કોન્ટ્રાકટો આપી દેવાયા હોવાનુ પણ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે કલેકટર તંત્ર દ્વારા ચુંટણી માટે રૂ.૭ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે તેની સામે માત્ર રૂ. ર૦ લાખની ગ્રાન્ટજ મંજુર થઇ છે.

ચૂંટણી ખર્ચ માટે આમ માત્ર ર૦ લાખ રૂપિયા તંત્ર પાસે છ. છતા આ પ્રકારે બેફામ ચુંટણી ખર્ચ થતા આ દિશામાં ઉચ્ચ કક્ષાએથી તપાસના ચક્રો ગતીમાન થયાનું જાણવા મળ્યું છે.

આ બાબતે સતાવાર વિગતો મેળવવા કલેકટરશ્રીનો સંપર્ક સાધવા તપાસ થતા તેઓ મળી શકયા ન હતા.

(6:54 pm IST)