Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

કોંગી શાસનમાં ગુજરાતનો વિકાસ એ જ બ્લુપ્રિન્ટ, મોહનભાઈ ધૃતરાષ્ટ્ર બની નિવેદન કરવાનું બંધ કરો

રાજકોટના સાંસદ સામે મનસુખભાઈ કાલરીયાનો જડબાતોડ જવાબઃ કોંગી નેતાઓએ બલિદાન આપ્યા છે, જયારે ભાજપના એક નેતાનું નામ તો આપો

રાજકોટઃ તા.૧૭ ભાજપના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા એ જડબાતોર જવાબ આપતા કોંગ્રેસના આગેવાન તથા નગર સેવક મનસુખભાઇ કાલરીયા એ જણાવ્યુ હતુ કે આઝાદીથી વર્તમાન સુધી કોંગ્રેસ પાસે એટલા રાષ્ટ્રીય નેતાઓ  સુચી છે. તેટલા આગેવાનો પણ  ભાજપ પાસે નથી કોંગ્રેસ પાસે નિયત, નિતિ ખને સિંધ્ધાત હતા એટલે જ રાષ્ટ્રને વિકાસનનીે ટોચ ઉપર કઇ ગયેલ છે.

શ્રીમાન મોહનભાઇ કુંડારીયા જો તમે સ્કુલે ગયા હોત તો  ભણતરમાં પણ કોંગ્રેસ ભવ્ય ભુતકાળ અને વર્તમાન ઐતિહાસિક તથ્થોમાં વર્ણાવેલા છે, ગુજરાતના સર્વાગી વિકાસ અને કલ્યાણીકારી યોજનાઓ કોંગ્રેસની દેન છે. તેનો તમે સ્વીકાર કેમ કરતા નથી,  ગુજરાત આખુ જાણે છે કે ભાજપ હવે ભરોસો મુકયા જેવો પક્ષ રહ્યો નથી, રોજ રોજ  જુથનાઓનો આસરો લઇને ભ્રામક પ્રચાર કરતા, તમારા નેતાઓ પ્રજા સમક્ષ સાવ ખુલ્લા પડી ગયા છે વગર પરસેવે પ્રજાનું ઘણ, લુટાલુટ કરતા ભાજપના નેતાઓ હવે શરમને નેવે મુકીને માત્ર નિવેદન અરજી કરે છે. અને પ્રજાની ખુલ્લે આમ લુટફાટ કોણે કરી છે તે પ્રતિદિન અખબારોની વિગત શું આપ વાંચતા નથી કોંગ્રેસની દાનત કયારેય સતા હાસલં કરવાની નહોતી, રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાનું બલિદાન તમને યાદ નથી તમારો નેતાગણોએ  જાહેર કરતા નથી કે મોટી ચલણની નોટો શા માટે બંધ કરી હતી? કાળા નાણાને સફેદ કરવાનો તમારો અસલી ચહેરો પ્રજાના સમક્ષ સાવ ખુલ્લો પડી ગયો છે.

નીતિ અને નિયતિના કારણે તો દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસના નેતાઓએ બલિદાન આપ્યા છે. તમારા બલિદાન આપનાર કોઈ એક નેતાનું નામ આપવા શા માટે જીભ અટકી છે.

વિકાસલક્ષી અનેક યોજનાઓ અને કામો કોંગ્રેસના શાસનમાં થયા છે. નર્મદા ડેમ અને સરદાર સરોવરની યોજના કોંગ્રેસની દેન છે. પાક, વિમા સહિતના ખેડૂત લક્ષી યોજનાઓ કોંગ્રેસની સરકારમાં સાકાર બની હતી. અંતમાં શ્રી મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યું છે કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતનો વિકાસ, એ જ બ્લુ પ્રિન્ટ છે શ્રી મોહનભાઈ કુંડારીયા, ધૃતરાષ્ટ્ર બનીને નિવેદન કરવાનું બંધ કરો તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(6:54 pm IST)