Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વેરા સમાધાન યોજનામાં માપદંડની વિસંગતતા દુર કરો : રાજકોટ જીએસટી બાર એસો.ની રજુઆત

રાજકોટ તા. ૧૭ : વેરા સમાધાન યોજના આવકારદાયી છે પરંતુ જુદી જુદી ફોર્મ્યુલા અડચણો ઉભી કરતી હોય વિસંગતતા દુર કરવા રાજકોટ જીએસટી બાર એસો. દ્વારા નાણામંત્રીને પત્ર લખી રજુઆત કરાઇ છે.

 રજુઆતમાં જણાવેલ છે કે સરકારની આ યોજનામાં અલગ અલગ કરદાતાઓ માટે અલગ અલગ માપદંડો આકારવામાં આવ્યા છે. જે વ્યાજબી નથી.

ઉપરાંત સમયગાળો પણ ઘણો ટુંકો છે. જે વધારવો જરૂરી છે. અગાઉ ભરેલ પૈયા વેરા પેટે ગણવા, આંશિક લાભ મળવાપાત્ર કરવા, ૩૪(૭) હેઠળ દંડના કેસોમાં ઓછો લાભ અપાય છે તેમાં ફેરફાર કરવા, પડતર અપીલો અરજીઓનો ત્વરીત નિકાલ કરવા,  ૧ થી વધુ અરજીની છુટછાટ આપવા, સુધારાનો પરીપત્ર અને એફએકયુ સાથે યોગ્ય માર્ગદર્શન આપતો જાહેર પરિપત્ર સમય મર્યાદામાં બહાર પાડવા સહીતની રજુઆતો આ પત્રમાં કરવામાં આવી છે.

(3:33 pm IST)