Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં મોરબીના શખ્સની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે જામીન આપી શકાય નહીં

રાજકોટ તા. ૧૭ :રાજકોટના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં રહેતી દેવીપૂજક પરિવારની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારવાના અંગે પકડાયેલા મોરબીના રવાપર રોડ ઉપર રહેતા દિપક ઉર્ફે દિપો રાજુભાઈ બુધ્ધદેવે પોકસોના   ગુનામાં જામીન પર છૂટયા હતા કરેલ અરજીને સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી આ અંગેની વિગત એવી છે કે આરોપી તારીખ ૧૩ /૧૨/ ૨૦૧૬ના રોજ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઇને દુષ્કર્મ આચર્યું હતું.

આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસે અપહરણ બળાત્કાર પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં આરોપી જામીન પર છૂટ્યા અરજી કરી હતી  આ અરજીની વિરોધમા  સરકારી વકીલ સ્મિતાબેન અત્રીએ રજૂઆત કરેલ કે આરોપી સામે પોકસો એકટ હેઠળ સગીરાનું   અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના અંગેનો સમાજવિરોધી પ્રજાની દર્શનીય ગંભીર ગુનો છે. સમાજમાં આ પ્રકારના બનાવો વધતા જાય છે. તેના ઉપર અંકુશ લાવવો જરૂરી છે. તેથી આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીને રદ્દ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. સ્મિતાબેન અત્રી રોકાયા હતા.

(3:30 pm IST)