Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

'ક્રિષ્ના મહિલા રાસોત્સવ ૨૦૧૯' : શહેર જિલ્લા વાલી મંડળ દ્વારા તમામ સોસાયટીના બહેનો માટે યોજાયો નિઃશુલ્ક રાસોત્સવ

તલવાર રાસ નિહાળી પ્રભાવિત થયેલ મહંત શ્રી નરેન્દ્રબાપુએ શૌર્ય રાસની દરેક બહેનોને આપ્યો પુરષ્કાર : શહીદોને અંજલી : અવનવા રાસ નિહાળી મેદની આફ્રીન

રાજકોટ : શહેર જિલ્લા વાલી મહામંડળ અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપના સંયુકત ઉપક્રમે શરદપૂનમની રઢીયાળી રાત્રે ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલના મેદાનમાં 'ક્રિષ્ના મહિલા રાસોત્સવ ર૦૧૯' નું આયોજન કરાયુ હતુ. સતત ૧૯ મા વર્ષે આયોજીત આ શરદોત્સવમા સર્વજ્ઞાતિય બહેનોને નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો. વિનામુલ્યે યોજાતા આ પ્રાચીન રાસમાં ૫ વર્ષની બાળાઓથી લઇને સીનીયર સીટીઝન બહેનોએ ભાગ લીધો હતો. શહેરની ૨૦ થી વધુ સોસાયટીના ૨૫૦૦ થી વધુ મહીલાઓએ રાસોત્સવ માણ્યો હતો. આ રાસોત્સવ દરમિયાન શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.  રાસનું કરતબ રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા સેવા સંસ્થાના પ્રમુખ માયાબા જાડેજા (શાપર વેરાવળ) ના માર્ગદર્શન હેઠળ ડો. અનુષ્કાદેવી જાડેજાની ઉપસ્થિતીમાં ક્ષત્રિય દીકરીઓએ તલવાર રાસ રજુ કરી ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. ટીટોડો, ફોર સ્ટેપ, સીકસ સ્ટોપ સહીતના રાસ રજુ થયેલ. કાર્યક્રમમાં આપા ગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ, ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. નિકીતાબેન ડોડીયા, બી-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. જે. આર. સરવૈયા (મહિલા), ગુજરાત રાજપુત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી. ટી. જાડેજા, એલ. આઇ. સી. વિકાસ અધિકારી એ. વી. જોષી, યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા, મોમાઇ ટ્રાવેલ્સના નારણભાઇ બાલાસરા, માનવ અધિકાર પંચના પૃથ્વીસિંહ જાડેજા લાપાસરીવાળા, જસવંતસિંહ હડીયલ, બંસીધર યુવા ગ્રુપના પ્રમુખ આહીર મુન્નાભાઇ ચાવડા, સોમનાથ સ્પોર્ટસવાળા યાદવ કુલદીપભાઇ, યુવરાજસિંહ જાડેજા (મંજલ) સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહંતશ્રી નરેન્દ્રબાપુ સોલંકીએ જણાવેલ કે છેલ્લા ૧૯ વર્ષથી થતુ આવુ સરસ નિઃશુલ્ક ધોરણે રાસોત્સવનું આયોજન ખરેખર કદરને કાબીલ છે. ભારતીય સંસ્કૃતિનું જતન થાય તે રીતે ગરબા અને શૌર્ય રાસની પ્રતિતિ, ફૌજીના પહેરવેશમાં રાસની રજુઆત અભિનંદનને પાત્ર છે. તલવાર રાસ રમતી દરેક દીકરીઓને રૂ. ૫૦૧ પુરસ્કાર પોતાના તરફથી આપી પ્રોત્સાહીત કરેલ. આ રાસોત્સવમાં બહેનો માટે ઠંડાપીણાની વ્યવસ્થા બોલબાલા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે હીનાબેન રાજપરા, બિન્દુબેન શુકલે સેવા આપી હતી. સમગ્ર સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ નલીનભાઇ ચૌહાણે કરેલ. દાતાઓ તરીકે છગનભાઇ ગઢીયા (એલ.આઇ.સી.), મીરા ઓટો કન્સલ્ટન્ટ, તિરૂપતી ડેરી, બાલાજી ઓટો કન્સલ્ટન્ટ, ઘનશ્યામભાઇ ખાટરીયા (જિલ્લા બેંક), અમરનાથ ક્રેડીટ સોસાયટી, ગૌતમ સ્કુલ્સ,  ઁસ્કુલ્સ, ચોઇસ મેકર્સ, શુભમ સ્કુલ્સ, જલારામ એન્ટરપ્રાઇઝ, ઉદયભાઇ પરમારનો સહયોગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગજેન્દ્રસિંહ ઝાલા, નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ, સરલાબેન પાટડીયા, કુલદીપ યાદવ, આરતીબા જાડેજા, ધીરૂભાઇ ભરવાડ, આહીર મુન્નાભાઇ ચાવડા, પ્રફુલાબેન ચૌહાણ, હિંમતભાઇ લાબડીયા, જસવંતસિંહ હડીયલ, પ્રતાપસિંહ રાઠોડ, હિનાબેન વાડોદરીયા, મહેશભાઇ ચોટલીયા, હંસાબેન સાપરીયા, ભાવનાબેન પડીયા, સ્મૃતિબેન જોષીએ જહેમત ઉઠાવી હતી.

(3:24 pm IST)