Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મેડીકલેઇમની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર ફોરમનો આદેશ

રાજકોટ, તા. ૧૭ : જૈન ઇન્ટરનેશનલ ઓરગેનાઇઝેશન અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સએ ગેરકાયદેસર રીતે ઓછી ચૂકવેલ મેડીકલેઇમની રકમ વ્યાજ ખર્ચ સાથે ચૂકવવા ગેરકાયદેસર રીતે ઓછી ચૂકવેલ મેડીકલેઇમની રકમ વ્યાજ ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો હતો.

વીમા પોલીસી લેતી વખતે આંબા આંબલી બતાવી વ્યવહાર કરતી ઇન્સ્યોરન્સ કંપનીઓ કલેઇમ ચૂકવવાનો સમય આવે ત્યારે બધુ ભૂલી જાય છે. તેવા કિસ્સાઓ રોજબરોજ ધ્યાને આવે છે.  તાજેતરમાં ધ્યાને આવેલ કિસ્સા મુજબ રાજકોટના નવનીતરાય અમૃતલાલ મહેતા કે જે રણછોડનગરમાં રહે છે. તેઓએ જૈન ઇન્ટરનેશનલ ઓરગેનાઇઝેશનમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ માટે પોતાના માટે તેમજ તેમના કુટુંબના સભ્યો માટે ર૦૧૪થી પ્રીમીયમ ભરતા આવેલ છે અને છેલ્લે ર૦૧૮માં જૈન ઇન્ટરનેશનલ ઓરગેનાઇઝેશનમાં પ્રીમીયમ ભરતા તેઓને સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસ અપાવેલ.

ફરીયાદીએ તેમના પત્નીના મેડીકલ ટ્રીટમેન્ટ બાબતે તા.ર૭-૬-ર૦૧૮ના રોજ વોકાહાર્ડ હોસ્પિટલમાં દાખલ કરેલ અને સારવાર કરાવેલ. ફરીયાદીના પત્નીની સારવારના ખર્ચની રકમ મેળવવા ફરીયાદીએ વીમા કંપનીને તમામ પેપર્સ સાથે મેડીકલેમ મેળવવા રજુઆત કરતા ઇન્સ્યોરન્સ કંપનીએ જુદા જુદા કારણો આપી ફરીયાદીની કુલ રકમમાંથી રકમ કાપીને કલેઇમ મંજુર કરેલ, જેથી ફરીયાદીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મેડીકલેઇમની બાકી રહેતી રકમ, તેના ઉપરનું વ્યાજ, માનસિક ત્રાસ અને પીડાની રકમ વિગેરે મળવા અરજ કરેલ. જેમાં સામાવાળાએ રજૂઆત કરેલ કે, ફરીયાદીએ મેડીકલેઇમ લીધી તે પહેલાની બીમારી હોય ફરીયાદી પૂરી રકમ મેળવવા હકકદાર નથી.

હાલના કેસમાં ફરીયાદી વતી ભાવેશ જી. શેઠ-એડવોકેએ એવી દલીલ કરેલ કે અમો ર૦૧૪થી જૈન ઇન્ટરનેશનલ ઓરગેનાઇઝેશન પાસેથી આજ દિવસ સુધી વિમા પોલીસીનું પ્રીમીયમ ભરતા આવેલ છીએ અને મેડીકલેઇમ લેતા આવેલ છીએ. જેથી મેડીકલેઇમ લીધા પહેલાની બીમારી હોવાની દલીલ પાયા વિહોણી છે. ફરીયાદીના એડવોકેટની દલીલ ધ્યાને લઇ પંચ દ્વારા કેસની હકીકત અને ફરીયાદીએ રજુ રાખેલ દસ્તાવેજો ધ્યાને લઇ વીમા કંપનીએ ફરીયાદીની પત્નીની સારવાર અંગેના મેડીકલેઇમની રકમ કાપેલ તેવી વીમા કંપનીએ ચાહક સેવાની ક્ષતિ કરેલ છે.

આ સંજોગોમાં પુરતા કારણ વગર મેડીકલેઇમની રકમ કાપેલ હોય, રૂ. પ૪,૬૪૧/- તથા તેના ઉપર ફરીયાદ દાખલની તારીખથી ચડત ૬% વ્યાજ ફરીયાદી મેળવવા હકકદાર છે તેમજ ફરીયાદ ખર્ચ પેટે રૂ. પ૦૦/- તથા માનસિક ત્રાસ બાબતે રૂ.૧૦૦૦/- ચૂકવવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી નવનીતરાય અમૃતલાલ મહેતા વતી ભાવેશ જી. શેઠ, અક્ષય જી. ઠેસીયા, અલ્પા વી. માકડીયા વિગેરે એડવોકેટ દરજ્જે રોકાયેલ હતાં.

(3:23 pm IST)