Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

શાપર-વેરાવળમાં સીએનજી ગેસ ના બાટલા ભરેલા ટ્રક નીચે કચડાઇ જતા યુવાનનું મોત

ચાલકે રિવર્સ લેતાં યુવાન અજય વર્માનું મોત નીપજ્યું

રાજકોટ તા. ૧૭ : શાપર વેરાવળ પાસે સીએનજી પમ્પ ના કમ્પાઉન્ડમાં સીએનજી ગેસ ના બાટલા ભરેલા ટ્રક ચાલકે રિવર્સ લેતા પાછળ યુપીનોં યુવાન ઘસડી જતાં મોત નીપજયું હતું .

મળતી વિગત મુજબ ઉત્તર પ્રદેશના સાદા બાદ હાથરસનો વતની અને હાલ પારેવડી ચોક સેન્ટ્રલ બેન્ક સામે રહેતો અજય રામચરણ વર્મા ગઈકાલે શાપર વેરાવળ પાસે અવધ સીએનજી પમ્પ ના કમ્પાઉન્ડમાં લીકવીડ વેચવાનું કામ કરતો હતો ત્યારે સીએનજી ગેસ ના બાટલા ભરેલા જીજે -૨ ઝેડ ઝેડ -૪૬૭ નંબરના  ટ્રકના ચાલકે ટ્રક રિવર્સમાં લેતા પાછળ ઉભેલા અજય પરમાર ઉપર ટ્રક ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું બનાવ બનતા જ ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો . આ અંગે શાપર વેરાવળ પોલીસે ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)