Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

શાપર-વેરાવળમાં ગુજરી બજારમાં ખિસ્સા હળવા કરતા રાજકોટના બે પકડાયા

મેહુલ દરજી અને રાજેશ કોળી અગાઉ ગોંડલ-ચોટીલામાં પીક પોકેટીંગના ગુન્હામાં પકડાઇ ચૂકયા છે : એલસીબીએ ઝડપી લીધા

રાજકોટ, તા. ૧૭ : શાપર-વેરાવળમાં ગુજરી બજારમાં ભીડનો લાભ લઇ લોકોના ખિસ્સા હળવા કરતા રાજકોટના બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા મળેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ વિસ્તારમાં બુધવારની ભરાતી ગુજરી બજારમાં ગીરદીનો લાભ લઇ લોકોના ખિસ્સામાંથી પાકીટ સેરવી લેતા બે ઇસમો (૧) મેહુલ બાબુલાલ ટંકારીયા દરજી રહે. રાજકોટ ભકિતનગર કોલોની તથા (ર) રાજેશ ગોવિંદભાઇ મકવાણા કોળી રહે. રાજકોટ ભકિતનગર ઢેબર લોકોનીને રોકડા રૂપિયા ૭૪૦૦ સાથે ઝડપી લીધા હતાં.

પકડાયેલા બંન્ને આરોપીઓ અગાઉ પણ ગોંડલ સીટી તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ચોટીલામાં પીક પોકેટીંગ (ચોરીના) ગુનામાં પકડાઇ ચૂકયા છે.

આ કામગીરીમાં બ્રિજરાજસિંહ જાડેજા પો.હેડ કોન્સ., અનિલભાઇ ગુજરાત પો.હેડકોન્સ., જયેન્દ્રસિંહ વાઘેલા પો.હેડ કોન્સ., મયુરસિંહ જાડેજા પો.કોન્સ. તથા ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વીરડા રોકાયા હતાં.

(3:42 pm IST)