Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિરપુરનો નાથ, મારો જોગી જલીયાણ... રઘુવંશી પરિવારના રાસોત્સવની રમઝટ

રઘુવંશી સમાજના આગેવાનો પણ પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા : દરરોજ અવનવા ઈનામોની વણઝાર : મારો કચરો મારા જ ડસ્ટબીનમાં, ટ્રાફીક નિયમન સહિત જનજાગૃતિ ફિલ્મોનું પણ નિદર્શન : પરેશભાઈ વિઠ્ઠલાણીની ટીમને ભારે સફળતા

રાજકોટ : અકિલા રઘુવંશી પરિવાર રાસોસ્તવ – ૨૦૧૮માં  પૂજારા ટેલીકોમના શ્રી યોગેશભાઈ પૂજારા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી રીટાબેન પૂજારા, આર. ડી. ગ્રુપનાં શ્રી રાકેશભાઈ પોપટ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કિર્તિબેન પોપટ, શ્રી શૈલેષભાઈ  પાબારી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટના નટુભાઇ કોટક,  જય સીયારામ પેંડાવાળા શ્રી જયંતભાઈ સેજપાલ, ગિરિરાજ હોસ્પિટલનાં ચેરમેન શ્રી રમેશભાઈ ઠક્કર તથા રેણુકાબેન ઠક્કર, નરેન્દ્રભાઈ નથવાણી તથા નિકિતાબેન નથવાણી, શ્રી રામભાઇ બરછા, શ્રી અનંતભાઈ અનડકટ, શ્રી પરેશભાઈ પોપટ, શ્રી જસુમતીબેન વસાણી, ડો. નિશાંત ચોટાઈ, અગ્રણી બિલ્ડર શ્રી હિરેનભાઇ ખખ્ખર, કોર્પોરેટર શ્રી અતુલભાઈ રાજાણી, શ્રી મિતલભાઈ ખેતાણી, રાજકોટ શહેરના ઝોન ૨ ડી.સી.પી. શ્રી જાડેજા, મેયર શ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષનાં નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા,  કોર્પોરેટર શ્રી મીનાબેન પારેખ વગેરેએ હાજરી આપેલ હતી.

આ તમામ મહાનુભાવોની હાજરી સાથે માતાજીની આરતીથી તથા દુંદાળા દેવ ગણપતિ દાદાને યાદ કરી રિધમ કિંગ હાર્દિક મહેતાની ટીમ તથા સુપ્રસિદ્ઘ ગાયકોએ પોતાના સુમધુર કંઠેથી સોનલ ગરબો શિરે અંબે માં... કેસરીયો રંગ તને લાગ્યો ઓલા ગરબા..., માનો ગરબો રે રમે રાજને દરબાર..., રુડી ને રંગીલી રે વાલા તારી વાંસળી રે...., વિરપુરનો નાથ મારો જોગી જલીયાણ અને તેરી લાડકી મેં છોડુંગીના તેરા હાથ.. જેવા લોકપ્રિય ગરબાઓ તથા ગીતોથી ખેલૈયાઓ તથા મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા.

નિર્ણાયક તરીકે શીતલ કારિયા, ગૃશા સોઢા, પલક સોઢા, મીરા કાનાણી, જીગ્ના પોપટ, રૂપલ છગ, ધર્મેશભાઈ છગ તથા વિશિષ્ટ જજ તરીકે કલ્પનાબેન વિઠલાણી અને જસ્મિનાબેન વસંતે સેવા આપી હતી તેમજ એ, બી, સી (ત્રણે) ગ્રૂપનાં પ્રિન્સ – પ્રિન્સેસ, વેલ ડ્રેસ પ્રિન્સ – પ્રિન્સેસને મહેમાનો દ્વારા ઇનામો અર્પણ કરાયા હતા.

આ રાસોસ્તવમાં માત્ર ગરબા જ નહીં પણ માનવ જીવન સાથે જોડાયેલા કેટલાક રોજ-બરોજનાં કાર્યોને પણ વણી લઈને જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે, જેમાં સ્વછ ભારત અંતર્ગત ઙ્કમારો કચરો, મારા જ ડસ્ટબીનમાં જ, પાડોશીનાં આંગણે નહીંઙ્ખ અને ટ્રાફિક નિયમન જાગૃતિ અંતર્ગત ટ્રાવેલીંગ સમયે મોબાઇલ નહીં. ડ્રાઈવીંગ દરમ્યાન તો કયારેય નહીં ને લગતી વિડીયો ફિલ્મ ગ્રાઉન્ડ ઉપર દરરોજ દર્શાવવામાં આવી રહી છે.

સીટી ન્યુઝનાં શ્રી નિતિનભાઈ નથવાણી દ્વારા  આ સમગ્ર રાસોસ્તવને આર. સી. સી - ડેન નેટવર્કની ચેનલ નંબર ૪૬૪ પરથી સમગ્ર રાજકોટમાં પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પરિવારના અગ્રણી પરેશભાઈ વિઠલાણી (મો.૯૪૨૬૮ ૧૭૫૦૧) તથા તેમની ટીમનાં કૌશિકભાઈ માનસત્ત્।ા, કલ્પેશભાઇ તન્ના, કલ્પેશભાઇ બગડાઈ, મેહુલભાઈ નથવાણી, ધર્મેશભાઈ વસંત, હરદેવભાઈ માણેક, જતિનભાઈ દક્ષિણી, હાર્દિપભાઇ રૂપારેલ, અશ્વિનભાઈ જોબનપુત્રા, ઉમેશભાઈ સેદાણી, પ્રકાશભાઈ સોમૈયા, વિપુલભાઈ કારીયા, વિમલભાઈ વાદેરા, અમિતભાઈ અઢીયા, હિરેનભાઇ કારીયા, મોહિતભાઈ નથવાણી, ધવલભાઈ પાબારી, શિલ્પાબેન પૂજારા, શીતલબેન બુદ્ઘદેવ, તરુબેન ચંદારાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં રઘુવંશી પરિવારના આયોજક શ્રી પરેશભાઈ વિઠ્ઠલાણી (મો.૯૪૨૬૮ ૧૭૫૦૧)  તેમજ આયોજકોની ટીમ તથા મન ભરીને રાસે રમતા ખેલૈયાઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:55 pm IST)