Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

છોગાળા તારા... છબીલા તારા... અવનવા પોષાકમાં સજ્જ કનૈયાનંદ ખેલૈયાઓ ગરબે રમ્યા

રાજકોટ : સરગમ ચિલ્ડ્રન કલબ આયોજીત કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓ જુદા જુદા પોષાકમાં સજ્જ થઈને ગરબે રમી અને નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે. કનૈયાનંદ રાસોત્સવમાં તા.૧૮ને ગુરૂવારે મુખ્ય મહેમાન તરીકે શ્રી નટુભાઈ ઉકાણી (બાન લેબ્સ કાંુ.), નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા. લી.), ડી. કે. વાડોદરીયા (મેનેજીંગ ટ્રસ્ટી, પંચશીલ સ્કુલ), આશાબેન શાહ (મહિલા અગ્રણી), ડો.પ્રકાશભાઈ સોલંકી (એ.ડી.એમ.એસ. અમદાવાદ), શાન્તુભાઈ રૂપારેલીયા (વિશ્વ હિન્દુ પરિષદ), જીજ્ઞેશભાઈ આદ્રોજા (એન્જલ પંપ), હસુભાઈ ભગદેવ (અગ્રણી ઉદ્યોગપતિ), શૈલેષભાઈ શેઠ (અગ્રણી ઉદ્યોગપતિ), ધીરૂભાઈ રામાણી (સત્યમ મેટલ પ્રોડકટ) વગેરે ઉપસ્થિત રહેશે. દરરોજ વેલડ્રેસ તથા સારૂ રમનાર ૪૦થી વધુ બાળકોને વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કાંુ. (મૌલેશભાઈ પટેલ), ૭૭ ગ્રીન મસાલા - રાધે ગ્રુપ ઓફ એનર્જી (શૈલેષભાઈ માંકડીયા), એન્જલ પંપ (કીરીટભાઈ આદ્રોજા), ચોકોડેન (સંદિપભાઈ પંડ્યા, સુધીરભાઈ પંડ્યા), જીતુભાઈ પી. પટેલ (ટર્બો બેરીંગ) અને વડાલીયા ગ્રુપ - હાઈ બોન્ડ સિમેન્ટ તથા રેશમાબેન સોલંકી તરફથી અપાશે. નાગર બોર્ડીંગના પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા તથા વિનોદભાઈ ઉદાણી (લંડન)નો પણ ખાસ સહયોગ મળી રહ્યો છે.આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો.હેમાંગભાઈ વસાવડા, નરેન્દ્રભાઈ આડેસરા, રાખીલભાઈ વાછાણી, હરેશભાઈ શાહ, ધીરૂભાઈ હીરાણી, નીખિલભાઈ ભટ્ટ ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતીબેન વસાણી, પ્રતિમાબેન ગઢવી, જયશ્રીબેન વ્યાસ, રેખાબેન પાનસુરીયા, હર્ષાબેન પીઠડીયા, બીનાબેન ઠક્કર, જયોતિબેન મલકાણ, જયોતિબેન પીઠડીયા, ગીતાબેન ઉનાગર, કિરણબેન મકવાણા તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:46 pm IST)