Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કાશી વિશ્વનાથ પ્લોટ વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર દ્વારા વિસ્તારના જુદા જુદા લોક ઉપયોગી કામો મંજુર કરાવી આપવામાં આવે છે. તેનાજ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં આવેલ કાશી વિશ્વનાથ પ્લોટ મેઈન રોડ પર, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન સામે સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત મેયર બિનાબેન આચાર્યના વરદ્ હસ્તે કરાયું.  આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકોર, સોફીયાબેન દલ, શિક્ષણ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મિરાણી, મહિલા મોરચા વોર્ડ નં.૨ના પ્રમુખ દીપાબેન કાચા, ગુલાબસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, રાજનભાઈ સિંધવ, ભરતભાઈ કાઠી, યુસુફભાઈ કટાર, કાશી વિશ્વનાથ પ્લોટના દશરથસિંહ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પંકજભાઈ જોષી, કમલભાઈ ભટ્ટ, જયદેવસિંહ, ધરમ ચૌહાણ, મીનાક્ષીબેન, જેન્તીભાઈ, ઉર્મિલાબેન, દિનેશભાઈ, બકુલભાઈ, અંજુબેન, બબલી ચૌધરી, હેમંતભાઈ કનોજીયા, એમાલી ચૌધરી વિગેરે બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૨૫)

(3:46 pm IST)