Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વાવડી વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા સુદ્રઢ બનશે : ભારદ્વાજ - મીરાણી

૪.૬૦ કરોડના ખર્ચે નવુ હેડ વર્કસ બનશે : સ્ટેન્ડીંગની લીલીઝંડી

રાજકોટ તા. ૧૭ : શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં વાવડી તથા કોઠારીયા વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલ છે.

નવા ભળેલ આ વિસ્તારને લાઈટ, પાણી, ગટર, રોડ, રસ્તા, વિગેરેની સુવિધા મળેલ તે માટે તબક્કા વાર જુદાજુદા કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજ રોજ સ્થાયી સમિતિ દ્વારા વાવડી વિસ્તારમાં વોટર સપ્લાયની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રૂ. ૪.૬૦ કરોડના ખર્ચે નવું હેડવર્ક જેમાં ESR-GSR તથા પમ્પિંગસેશન વિગેરે બનવાનું મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર થતા આગામી દિવસોમાં વાવડી વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનશે.(૨૧.૨૫)

(3:43 pm IST)