Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કલબ યુવીમાં આજે સામુહીક મહાઆરતીઃ ૧૫ હજાર દિવડા પ્રગટશેઃ મા ઉમિયાના ૧૦ મંદિરોમાંથી ધ્વજાજીની પધરામણી

રાજકોટઃ અંબીકા ટાઉનશીપમાં કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં આજે મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતી યોજાનાર છે.

કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરની સ્થાપના કરવામાં આવે છે. તેમજ દરરોજ તેમની પૂજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. ત્યારે મા ઉમિયાનું નોરતું આઠમાં નોરતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. કલબ યુવી માં આજરોજ આયોજીત આ ભવ્ય મહાઆરતીમાં મા ઉમિયાના ૧૦ સ્થાનકો શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝા, ઉમીયા માતાજી મંદિર સિદસર, ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા, ઉમિયા માતાજી મંદિર લીલીયા, ઉમિયા માતાજી મંદિર વાંઠાઈ(કચ્છ), .મિયા માતાજી મંદિર માલવણ(પાટડી), ઉમિયા માતાજી મંદિર સુરેન્દ્રનગર, ઉમિયા માતાજી મંદિર ભાવનગર, ઉમિયા માતાજી મંદિર ભાવનગર, ઉમિયા માતાજી મંદિર લાઠીદળ (બોટાદ), ઉમિયા માતાજી મંદિર મોરબી થી ધ્વજાજીની કલબ યુવી ના ગ્રાન્ડમાં પધરામણી થશે. આઠમાં નોરતા નીમીતે ઉમીયા માતાજીની સામુહીક આરતીમાં માતાજીની આરાધના કરવા માટે સૌરાષ્ટ્ર ભરના કડવા પાટીદાર સંસ્થાના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લ્હાવો લેશે. કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા વાઈસ ચેરમેન સ્મીતભાઈ કનેરીયા એ જણાવ્યુ હતુ કે કલબ યુવીની સ્થાપના થી જ આઠમાં નોરતાનું અનેરૂ મહત્વ છે. સમાજના તમામ વર્ગના લોકો એક મંચ પર માતાજીની આરાધના કરે તેવું આયોજન કરાયુ છે. 

કલબ યુવી ના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યુ હતુ કે કડવા પાટીદાર ભાઈ બહેનો સહીત પ૦,૦૦૦ લોકો આ મહાઆરતીનો લ્હાવો લેશે  કબલ યુવીમાં મહાઆરતી ના આ પ્રસંગે ૧પ૦૦૦ દિવડાઓ સાથે સજજ પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા દિવડા, કંકુ, ફૂલ, સાથે મીણબતીથી માતાજીની આરાધના કરશે.

સાતમાં નોરતે મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. રૂત્વીજ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, બાંધકામ સમીતીના ચેરમેન મનીષભાઈ રાડીયા, જયમીન ઠાકર, રાજુભાઈ બોરીચા, શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપના મંત્રી વિક્રમ પુજારા, ધારાશાસ્ત્રી જે.ટી.ફળદુ, ડી.ટી.ફળદુ, નટુભાઈ ફળદુ, કેશુભાઈ ફળદુ, મેહુલભાઈ રૂપાણી, ડેકોરા ગુ્રપના નીખીલ રોજીવાડીયા, જી. હીટના જયસુખભાઈ ધોડાસરા, પી.એસ.આઈ. લાઠીયા,  સૌરાષ્ટ-કચ્છ અરબન બેંક ફેડરેશનના પુરૂષોતમભાઈ પીપળીયા, જજ પી.કે. મકવાણા, આર.ડીસી. બેંકના તળાવીયા સાહેબ, તળપદા સાહેબ, રેનીશ માકડીયા, વિજય બેંકના રમેશભાઈ ધેટીયા, ગોપાલભાઈ માકડીયા, એડવોકેટ સુરેશ ફળદુ, હિતેષ દવે, સી.એચ.પટેલ તથા જી૯લા રજીસ્ટ્રાર તીર્થવાણી વગેરે ઉપસ્થિત રહયા હતા. સાતમાં નોરતે સંદેશ દૈનિક દ્રારા કલબ યુવીને ખૈલૈયા-ર૦૧૮ એવોર્ડ એનાયત કાયો હતો. સાતમાં નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કણસાગરા મૈત્રી, વાછાણી જીનલ ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે ધારાણીયા મૌલીક, માકડીયા મનન, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે વાાછણી જાનવી, કંટેસરીયા જાનકી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે જીવાણછ પ્રીત, ભાલોડીયા મીત, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે  ઘેટીયા રૂત્વી, દેસાઈ જીંકલ, કોટડીયા ખુશી, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે ભુવા પ્રીન્સ, કાલાવડીયા દેવ, પાન નર્શીત, પ્રિન્સેસ તરીકે જીવાણી દીર્ધા, ઘોડાસરા રીના, ભાલોડીયા વિશ્વા, તો પ્રિન્સ દાવડા જિશ્નલ, ભાલોડીયા આશીષ, ધુલેશીયા બ્રીજેશ વિજેતા બન્યા હતા.  સાતમાં નોરતે કલબ યુવીના વિજેતા ખૈલૈયાઓને શિવાલાલભાઈ આદ્રોજા, કશનભાઈ આદ્રોજા, પંકજભાઈ કનેરીયા, રધુભાઈ સેજપાલ, રાજનભાઈ વડાલીયા, રમણીકભાઈ મેંદપરા, વગેરેના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.(૩૦.૯)

 

(3:29 pm IST)