Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સાથિયા પુરાવો રાજ.... જૈન વિઝન સોનમ ગરબામાં રાત પડે ને દિવસ ઉગે

રાજકોટ : જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબામાં સાતમા નોરતે રજવાડી મેલા ગ્રોઉન્ડમાં ખેલૈયાઓએ દાંડિયા રાસની ભારે જમાવટ કરી હતી. રૈયા રોડ ઉપરના રજવાડી મેલા ગ્રાઉન્ડ માં રાત્રે ૯ કલાકે આદ્યશકિત માતાજીની મંગલ આરતી - સ્મૃતિ બાદ ગીત સંગીત અને ડીજેના સંગેથે જૈન વિઝનના ખેલૈયાઓએ ઉમંગ ઉત્સાહ અને અનેરા થનગનાટ વચ્ચે પ્રાચીન - અર્વાચીન દાંડિયારાસ ની ખેલૈયાઓએ અલગ અલગ સ્ટેપમાં અદભુત કૌશલ્ય દાખવ્યું હતું સાથિયા પુરાવો રાજ ઘમ્મરિયાં લાલ ઘમ્મરિયાં જુલણ મોરલી વાગીરે રાજાના કુંવર તારા વિના શ્યામ મને અકેલડું લાગે એવા અનેક ગીતો ઉપર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા જૈન વિઝન નવરાત્રી મોહત્સવમાં શિસ્ત શાંતિ અને પારિવારિક માહોલને કારણે જનમેદની ઉમટી પડે છે સાતમા નોરતે  સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, અમીનેશભાઈ રૂપાણી, તથા મુંબઈથી ઉપસ્થિત દિલેશભાઈ ભાયાણી , જૈન અગ્રણી પ્રવીણભાઈ કોઠારી, ડી.વાય.એસ.પી. હિમાંશુભાઈ દોશી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર મનીશભાઈ રાડીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, અડવોકેટ પિયુષભાઇ શાહ, હિતેષભાઇ વ્યાસ, નાગરિક બેંકના ડિરેકટર દીપકભાઈ મકવાણા, અપના બજારના અરવિંદભાઇ સોજીત્રા, બ્રિજેશભાઇ મલકાણ, જૈન યુવાના પ્રમુખ ભાવેશભાઈ અજમેરા, ક્રિપ્ટન ગ્રેનિટો પ્રાં.લી.ના ધર્મેશભાઈ પટેલ, સેરા સેનિટરીના નેમિશભાઈ રાવલ, જીવણસિંહ બારોટ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફૂટબોલ કોચ), રાજુભાઇ સંઘવી, સી.પી.દલાલ, ગૌતમભાઇ કાંગડ, ડો. દિનેશભાઇ ચૌહાણ, ડો. જાગૃતિબેન ચૌહાણ, અરવિંદભાઈ શાહ (આર પી ગ્રુપ), મુકેશભાઈ દોશી ( દીકરાનું ઘર), બકુલભાઈ રૂપાણી, સુનિલભાઈ વોરા, કિરીટભાઈ આદ્રોજા, ધર્મેશભાઈ જીવાણી, નિધીબેન ચોટલીયા, મેહુલભાઈ કામદાર, યોગેશભાઈ ગોડા, યોગેનભાઈ દોશી, મીનુબેન દોશી, ચીમનભાઈ દોશી, ભારતીબેન દોશી વિ. ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૭)

(3:28 pm IST)
  • સુરતમાં પર્વત પાટીયાના જૈન દેરાસરમાં આદિનાથ ભગવાનની મુર્તિની ચોરી:ચાંદીના કળશ અને છત્રની પણ તસ્કરો બઠાવી ગયા : જૈન સમાજમાં રોષની લાગણી access_time 2:20 pm IST

  • આદિવાસીના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતા કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી : વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પસાર કરાયો હતો કાયદો :કાયદાને રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાયો હતો : હવે ખોટા પ્રમાણપત્રો મેળવનાર સામે થઇ શકશે કડક કાર્યવાહી access_time 4:49 pm IST

  • રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હરિયાણા સરકારને આપ્યું આમંત્રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હરિયાણા સરકારને આમંત્રણ પાઠવ્યું access_time 1:15 am IST