Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સિવિલ કોવિડમાં દર્દીએ ભયાનક તોફાન આદરતાં કાબુમાં લેવાયોઃ બારીમાંથી કૂદી જાય તેવો ભય હતો

દર્દીને માર મરાયો...એવા મતલબનો જુનો વિડીયો વાયરલ કરવામાં આવતાં બીજા પણ ભયભીત થયા : બીજા દર્દીઓના વેન્ટીલેટર ખેંચી લે અને પોતે પોતાને નુકસાન પહોંચાડે એ હદે તોફાન કરતો હોઇ નર્સિંગ સ્ટાફની ફરિયાદ પરથી તેને કાબુમાં લેવો પડ્યોઃ માનસિક હાલત બગડી હોય તેવું વર્તન કરતાં બધા ભયમાં મુકાઇ ગયા હતાં

વાયરલ વિડીયો અંગે સાચી વિગતો જણાવતાં તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ અને બાજુની તસ્વીરમાં પોલીસ ઇન્સ.શ્રી  ચાવડા સમક્ષ બનાવની તપાસ કરવા રજૂઆત કરનાર કોંગ્રેસના આગેવાનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: પીડીયુ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સતત દર્દીઓને અદ્યતન સારવાર મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે અને ખાનગી હોસ્પિટલો કરતાં પણ અહિ વધુ સારામાં સારી ટ્રીટમેન્ટ દેખભાળ હોવાનું ખુદ સાજા થતાં અને દાખલ રહેલા દર્દીઓ કહી રહ્યા છે. દરમિયાન આજે કોવિડ સેન્ટરમાં એક દર્દીને માર મારવામાં આવ્યો...એવા મથાળા સાથેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ આ વિડીયોને જે રીતે રજુ કરાયો તે તદ્દન હંબગ હોવાનું ખુલ્યું છે. હકિકતમાં એક દર્દી કે જેની માનસિક હાલત બગડી હોઇ તેમ જણાતું હોઇ તેણે ૯મીએ રાત્રીના કોવિડ વોર્ડમાં ભારે ધાંધલ ધમાલ મચાવી હતી અને વોર્ડમાં દોડાદોડી કરી બારી પાસે જતાં રહેતાં નર્સિંગ સ્ટાફમાં ભય ફેલાઇ ગયો હતો. પોતાના કપડા અસ્તવ્યસ્ત કરી નાંખી દેકારો મચાવી બીજા દર્દીઓમાં અને સ્ટાફમાં ભય ફેલાવનાર આ દર્દી કદાચ બારીમાંથી કૂદી જાય તેવી સ્થિતિ ઉભી થતાં નર્સિંગ સ્ટાફે તાકીદે જાણ કરતાં સિકયુરીટીની ટીમે પીપીઇ કીટ પહેરી તેને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.

તોફાની દર્દી કે જે બીજા દર્દીઓ અને નર્સિંગ તથા તબિબી સ્ટાફ માટે જોખમ બની ગયો હતો તેને કાબુમાં લેવાની પ્રક્રિયાનો કોઇએ મોબાઇલ ફોનથી વિડીયો બનાવી લઇ વાયરલ કરી દીધો હતો અને આ વિડીયોને ખોટી રીતે એટલે કે કોવિડમાં દર્દીને માર મારવામાં આવ્યો...એવા મથાળા સાથે વહેતો કરી દેવામાં આવતાં દોડધામ મચી ગઇ હતી. તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ સહિતે તપાસ કરાવતાં હકિકત કંઇક જુદી જ સામે આવી હતી.

ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે કોઇ દર્દીને મારકુટ કરવામાં આવી નથી. જે વિડીયો વાયરલ થયો છે એ પ્રભાશંકર પાટીલ નામના દર્દી માનસિક રીતે પિડીત હોવાથી અને તેણે ૯ સપ્ટેમ્બરની રાતે વોર્ડમાં ખુબ તોફાન શરૂ કર્યા હતાં. તે પોતાના કપડા કાઢી રહ્યો હતો અને નાકમાં રાખેલી નળીઓ પણ કાઢી નાંખતો હતો. નર્સિંગ સ્ટાફ આ કારણે ભારે ભયભીત બની જતાં અને વોર્ડમાં તે બીજા દર્દીઓને કે પોતાની જાતને નુકસાન પહોંચાડે તેમ હોઇ સિકયુરીટી ઇન્ચાર્જને જાણ કરવામાં આવતાં તાકીદે ટીમ પહોંચી હતી અને પીપીઇ કીટ પહેરીને તોફાને ચડેલા દર્દીને કાબુમાં લેવામાં આવ્યો હતો. આમ છતાં તપાસ કરવામાં આવી રહી છે.

તોફાની દર્દીને કાબુમાં લેવા માટે સિકયુરીટી ટીમે જે કાર્યવાહી કરી તેમાં કોઇ અતિરેક નહિ હોવાનું પણ જણાવાયું હતું. આ વિડીયો કોણે બનાવ્યો અને વાયરલ કર્યો? તે અંગે પણ તપાસ થઇ રહી છે.

તપાસ કરવા કોંગ્રેસ સેવાદળની રજૂઆત

દરમિયાન આ બનાવમાં ખરેખર શું બન્યું તેની તટસ્થ તપાસ કરાવવા રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના રણજીત મુંધવા, રમેશ તલાટીયા અને ભાવેશ પટેલે પ્ર.નગર પીઆઇ શ્રી એલ. એલ. ચાવડાને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

(3:32 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST