Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજકોટ જંકશન પર દ્વારકાના યાત્રીનો ફોન ચોરી ભાગેલા શખ્સને ઝડપી લેવાયો

આરપીએફની ટીમે જુનાગઢના શખ્સને પકડી રેલ્વે પોલીસને સોંપ્યો

રાજકોટઃ જંકશન રેલ્વે સ્ટેશન પર દ્વારકાથી રાજકોટ આવેલા યાત્રી પ્રવિણભાઇ કુંભાણી અનેતેના મિત્ર પ્લેટફોર્મ નં. ૧ પર સ્લિપર કલાસ વેઇટીંગ રૂમમાં બેઠા હતાં ત્યારે એક ઉઠાવગીર તેનો મોબાઇલ ચોરીને ભાગતાં આરપીએફના એએસઆઇ બહાદુરસિંહ, કોન્સ. અભુભાઇ, વિષ્ુણભાઇ સહિતના પેટ્રોલીંગમાં હોઇ ચોર-ચોરની બૂમો સાંભળી તેણે દોટ મુકી હતી અને ભાગી રહેલા શખ્સને ભારે દોડધામ બાદ પીછો કરીને પકડી લીધો હતો. આ શખ્ે પોતાનું નામ અયુબશા વલીશા શાહમદાર (રહે. જુનાગઢ) જણાવ્યું હતું. આ શખ્સને રેલ્વે પોલીસને સોંપાયો હતો. જે ફોન ચોરાયો હતો તે રેડમી કંપનીનો રૂ. ૯૫૦૦નો હતો. આઇપીસી ૩૭૯ મુજબ પકડાયેલા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મંડલના રેલ પ્રબંધક પી. બી. નિનાવે, મંડલ સુરક્ષા આયુકત મિથુન સોનીએ આરપીએફની ટીમને આ કાર્યવાહી કરવા સબબ અભિનંદન આપ્યા હતાં. (૧૪.૯)

(3:48 pm IST)