Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજી ચલીયે સભા કા સમય હો ગયા...

કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડે સદ્દગત અટલજીની રાજકોટ મુલાકાતની આ અત્યંત અલભ્ય તસ્વીર સંભારણા રૂપે રજુ કરી છે. જેમાં જે-તે વખતે શાસ્ત્રી મેદાનમાં યોજાયેલ જાહેરસભા અગાઉ અટલજીએ ભોજન લીધા બાદ ઉદય કાનગડ અટલજીને કહી રહયા છે ''ચલીયે સભા કા સમય હો ગયા'' અને અટલજીએ પણ કાંડા ઘડિયાળ તરફ અંગુલી નિર્દેશ કરી ઉદયભાઇની વાતને સમર્થન આપી રહેલા દર્શાય છે. તેમજ તેઓની સાથે સ્વ. ચિમનભાઇ શુકલ તથા વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી દર્શાય છે.

(3:47 pm IST)