Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ખારચીયામાં ભેંસને દૂર લેવાનું કહેતા જીણાભાઇ પટેલ પર ધોકાથી હુમલો

ભરવાડ શખ્સો સામત, મુળુ અને રાજુ તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૭: જસદણના ખારચીયામાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં જીણાભાઇ લવાભાઇ વાછાણી (ઉ.૫૦) નામના પટેલ પ્રોૈઢ પર સામત ભરવાડ, મુળુ ભરવાડ અને રાજુ ભરવાડે ધોકાથી હુમલો કરી માર મારતાં જસદણા સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદી અને દિપસિંહ ચોૈહાણે જસદણ જાણ કરી હતી. જીણાભાઇના કહેવા મુજબ તે ટ્રેકટરમાં ખાતર ભરીને વાડીએ ખાલી કરવા જતાં હતાં ત્યારે ભરવાડ શખ્સો તેની ભેંસો ચરાવવા નીકળ્યા હોઇ ભેંસ રસ્તામાં હોઇ તેને થોડી દૂર લેવાનું કહેતાં ઝઘડો થયો હતો. એ પછી પોતે ટ્રેકટર ખાલી કરીને આવ્યા ત્યારે ભરવાડ શખ્સોએ આંતરીને હુમલો કર્યો હતો. જસદણ પોલીસે ફરિયાદ નોંધી છે.

(3:35 pm IST)