Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કાલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતાનો વર્તારો

આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસ્યોઃ ખેતીને ફાયદો : બપોરથી કચ્છમાં પણ મેઘસવારી આવી પહોંચીઃ મધ્યમ-ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર વધુ સજાગ

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાતમાં મેઘરાજાએ લાંબો સમય વિરામ રાખ્યા બાદ ફરી બે દિવસથી દર્શન દીધા છે. આજે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે. આવતીકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદ પડવાનો વર્તારો હવામાન ખાતાએ આપતા સરકારી તંત્ર વધુ સજાગ બન્યુ છે.

આજે પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ વગેરે વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યાના વાવડ છે. કોરાધાકોડ રહેલ કચ્છમાં પણ આજે બપોરથી મેઘસવારી આવી પહોંચ્યાના વાવડ છે. કચ્છના ભચાઉ પંથકમાં વરસાદ શરૂ થયો છે.

આવતીકાલે શનીવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગિર સોમનાથ વગેરે જિલ્લાઓ વરસાદથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે.

રાજકોટ શહેર-જીલ્લામાં ત્રણ દિ' ભારે વરસાદની ચેતવણી : તમામ અધિકારીઓને હેડ

કવાર્ટર નહીં છોડવા આદેશ

રાજકોટ શહેર-જીલ્લામાં આગામી ત્રણ દિ' ભારે વરસાદની ચેતવણી મળતા તમામ સરકારી અધિકારીઓને હેડ કવાર્ટર નહીં છોડવા આદેશ : તમામ મામલતદાર-પ્રાંતને દર બે કલાકે રીપોર્ટ આપવા એડી. કલેકટર પંડયાનો આદેશ

(3:34 pm IST)