Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

હાશ... ૧૬ મહિના બાદ ગઇકાલ આખો દિવસ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

હાલ ૩૭ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૭૮૨ થયોઃ આજ દિન સુધીમાં ૪૨,૨૯૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૭૬ ટકા થયો

રાજકોટ તા. ૧૭:  છેલ્લા ૧૬ મહિનાથી હાહાકાર મચાવનાર કોરોનાનો શહેરમાં ગઇકાલે એકપણ કેસ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયો હતો.સતત ચોથા દિવસે શુન્ય કેસ આવ્યા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૦ કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૭૮૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૨૭૪૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. જયારે ૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૨,૩૫,૦૦૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૨  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૯૮.૭૬ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:51 pm IST)