Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

તડીપાર શખ્સોના સ્થળોનું ક્રોસ વેરીફિકેશન કરોઃ અસામાજિકો ઉપર ધોંસ બોલાવો : અરૂણ મહેશબાબુ

રાજકોટ તા. ૧૭ : રાજકોટના કલેકટર  અરૂણ મહેશ બાબુ એ રાજકોટ જિલ્લા કાયદો-વ્યવસ્થાની મીટિંગમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ કરીને અસામાજિક તત્વો પર કાર્યવાહી થાય અને સમય મર્યાદા મુજબ વિવિધ અરજીઓનો નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

તડીપાર કરાયેલ શખ્સો અન્ય જિલ્લામાંથી જે તે સ્થળે ફરી આવી ન જાય તે માટે તડીપાર સમય દરમિયાન તે જે સ્થળે રહેતો હોય તે સ્થળનજીકના પોલીસ સ્ટેશને સમયાંતરે નોંધ કરાવે અને જરૂરી વેરિફિકેશન પોલીસ દ્વારા થાય તે માટે જરૂરી સુચના આપી હતી.આઉપરાંત કલેકટરશ્રીએ એસડીએમ સમક્ષ રહેલા વિવિધ કેસો,અરજીની સમીક્ષા કરી હતી.સીઆરપીસી ૧૦૭,૧૦૮ સહિત વિવિધકલમ હેઠળ થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ મિટિંગમાં એસ.પી. બલરામ મીણા, અધિક કલેકટર કેતન ઠક્કર, ધોરાજી, ગોંડલ, જસદણ અને રાજકોટ વિસ્તારના પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)