Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

પુરવઠાની ચારેય કચેરી ૩૧ સૂધી બંધ રહેશે..?

રાજકોટના તમામ મામલતદારોએ રીપોર્ટ સાથે અભિપ્રાય આપ્યોઃ બેકાબુ કોરોના વચ્ચે બેકાબુ ભીડ

રાજકોટ તા.૧૭ : કોરોનાનો કેર વધતા રાજકોટ પૂરવઠાની ચારેય ઝોનલ કચેરીઓ અને જનસેવા કેન્દ્રો ઉપર જે ભીડ સર્જાઇ રહી છે, તે સંદર્ભે કર્મચારીઓમાંં ફફડાટ ફેલાયો હતો, અને હાલ બંધ કરવા માંગણીઓ ઉઠી હતી.

પરીણામે ગઇકાલે કલેકટરે દરેક ભીડવાળી કચેરીએ આકસ્મિક ચેકીંગ કરાવ્યું હતું, ડીએસઓ પૂજા  બાવડા  અને મામલતદારોએ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ મામલતદાર કચેરીમાં બેસતી પુરવઠાની ચારેય ઝોનલ કચેરીઓ ઉપર લોકોના ટોળા છે કે કેમ, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ છે કે કેમ તે બાબત જાણી હતી.

આ પછી ગઇકાલે સાંજે શહેરના તમામ મામલતદારોએ ડીએસઓ અને ડીઝાસ્ટર તંત્રને રીપોર્ટ પાઠવી પૂરવઠાની ચારેય ઝોનલ કચેરીઓ તા.૩૧ જુલાઇ સુધી બંધ રાખવા અભિપ્રાય આપ્યો છે.

ડીએસઓ ને રીપોર્ટ અપાયા બાદ હવે તેઓ આજે જીલ્લા કલેકટરને રીપોર્ટ કરશે અને ત્યારબાદ કલેકટર દ્વારા આ પબ્લીક ડીલ'ન વાળી ચારેય ઝોનલ કચેરી અને જનસેવા કેન્દ્રો અંગે નિર્ણય લેવાશે.

(2:56 pm IST)